Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

રાજ્યમાં વાવાઝોડાની રાહત માટે ૧૦૦૦ કરોડની સહાયની જાહેરાત

વડાપ્રધાન મોદીએ તાઉતેના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી : ગુજરાત, કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દીવ-દમણ તેમજ દાદરાનગરમાં વાવાઝોડામાં મૃત્યુ પામેલાના વારસદારને ૨ લાખ અપાશે

અમદાવાદ, તા. ૧૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. બાદમાં અમદાવાદ પહોંચી તેમણે એરપોર્ટ પર જ સમગ્ર સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા એક ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી અને પરિસ્થિતિની વિગતો પણ મેળવી હતી. પીએમ મોદીએ રાજ્યને તાત્કાલિક રાહત કાર્યવાહીઓ માટે રૂ. ૧૦૦૦ કરોડની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

આ ઉપરાંત ગુજરાત ઉપરાંત કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દીવ-દમણ તેમજ દાદરાનગર હવેલીમાં વાવાઝોડામાં મૃત્યુ પામેલાના વારસદારને ૨ લાખ રૂપિયાની અને ઘાયલ થયેલાને ૫૦ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આ ઉપરાંત પીએમ મોદીએ રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે પણ માહિતી મેળવી હતી. પીએમ મોદી આજે તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા ગુજરાત પહોંચ્યા હતા. તેઓ દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ૧.૫૦ કલાક હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તે પછી તેઓ ભાવનગર એરપોર્ટ પર પહોંચ્યા અને ત્યાંથી અમદાવાદ આવ્યા હતા. જ્યાં તેમણે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી સ્થિતિનું આંકલન કર્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણી, મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ, રાહત કમિશનર હર્ષદ પટેલ અને સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત શુક્લાએ ઉપસ્થિતરહી વડાપ્રધાનને રાજ્યમાં વાવાઝોડાથી થયેલા નુકસાનનો ચિતાર આપ્યો હતો.રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

          આ ઉપરાંત પીએમ મોદીએ રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે પણ માહિતી મેળવી હતી. પીએમ મોદી આજે તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા ગુજરાત પહોંચ્યા હતા. તેઓ દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ૧.૫૦ કલાક હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તે પછી તેઓ ભાવનગર એરપોર્ટ પર પહોંચ્યા અને ત્યાંથી અમદાવાદ આવ્યા હતા. જ્યાં તેમણે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી સ્થિતિનું આંકલન કર્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણી, મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ, રાહત કમિશનર હર્ષદ પટેલ અને સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત શુક્લાએ ઉપસ્થિતરહી વડાપ્રધાનને રાજ્યમાં વાવાઝોડાથી થયેલા નુકસાનનો ચિતાર આપ્યો હતો.

(8:03 pm IST)