Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

અમેરિકામાં પૂર્વ પત્નીનું અપહરણ કરીને મારપીટ કરવા બદલ ભારતીયને 56 મહિનાની જેલની સજા

કોર્ટે આરોપીને સજા પૂર્ણ થયા બાદ 3 વર્ષ સુધી તેના પર નજર રાખવાનો પણ આદેશ આપ્યો

ટેક્સાસઃ અમેરિકાના ટેક્સાસમાં એક ભારતીયને તરછોડાયેલી પત્નીનું અપહરણ કરી તેની સાથે મારપીટ કરવા બદલે 56 મહિનાની જેલની સજા થઇ છે. સાથે તેને નોકરીમાંથી પણ હાથ ધોવાનો વારો આવ્યો છે. કોર્ટે આરોપીને સજા પૂર્ણ થયા બાદ 3 વર્ષ સુધી તેના પર નજર રાખવાનો પણ આદેશ આપ્યો છે. સજા અને નિગરાનીનો સમય પૂર્ણ થયા બાદ તેને ભારત ડિપોર્ટ કરી દેવાશે

  ફેડરલ વકીલે આ અંગે માહિતા આપતા જણાવ્યું કે 32 વર્ષીય ભારતીય નાગરિક સુનીલ કે. અકુલા 6 ઓગસ્ટ 2019ના રોજ ટેક્સાસથી મેસાચ્યુસેટ્સ યાત્રા કરી રહ્યો હતો. ત્યારે તેનો સામનો પૂર્વ પત્ની સાથે થઇ ગયો. જેને તેણે તરછોડી દીધી હતી. ત્યારે તેણે પૂર્વ પત્નીને કારમાં બેસાડી અપહરણ કરી લીધું હતું અને તેની સાથે મારપીટ પણ કરી હતી. સુનીલે પત્નીને કહ્યું કે તેને ટેક્સાસ મૂકી દેશ પરંતુ બળજબરીથી કારમાં બેસાડી ઘણા રાજ્યોનાં સેકડો કિમીટર ફેરવતો રહ્યો

   વકીલે વધુમાં જણાવ્યું કે સુનીલે પૂર્વ પત્ની પાસે તેની કંપનીમાંથી બળજબરીપૂર્વકનું રાજીનામુ પણ લખાવી લીધુ હતું. તેના માટે તેણે પત્નીને ઇમેઇલ કરવાનું કહ્યું. પરંતુ મહિલાએ ઇનકાર કરતા તેનું લેપટોપ પણ તોડી રોડ પર ફેંકૂ દીધુ હતું. થોડા દિવસ સાથે રાખી. તે દરમિયાન તેની સાથે મારપીટ કરતો રહ્યો અને પછી હાઇવે પર છોડી ભાગી ગયો હતો

વકીલના જણાવ્યા મુજબ સુનીલ તે ઉપરાંત પણ નોક્સ કન્ટ્રીની ટેનેસી હોટલમાં ફરી તેની પત્ની સાથે મારઝૂડ કરી અને હોટલની બહાર કરી દીધી હતી. ત્યાર બાદ મહિલાએ પોલીસ ફરિયાદ કરતા સુનીલની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ સુનીલ અકુલાએ ભારતમાં પોતાના ઘરે ફોન કરી પત્નીની પરિવારજનો પર ફરિયાદ પાછી ખેંચવા દબાણ પર કર્યું હતું. તે અંગે પણ મહિલાએ કોર્ટમાં ફરિયાદ કરી હતી.

સુનીલે ગત વર્ષે નવેમ્બરમાં પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેણે અપહરણ પીછો કરવો, ન્યાયમાં અડચણ ઉભી કરવી અને સાક્ષીઓને ફોડવાના આરોપો સ્વીકારી લીધા. જેને પગલે દોષી ઠરેલા સુનીલને સજા સંભળાવવામાં આવી છે. હવે તેની સજા અને પછીના આદેશનો અમલ પૂર્ણ થયા બાદ તેને ભારત ડિપોર્ટ કરી દેવાશે. જેને પગલે તેની નોકરી પણ જતી રહેશે

(6:30 pm IST)