Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ભારતીય ક્રિકેટરને વેક્સિનેશનમાં VIP ટ્રિટમેન્ટ અપાતાં હોબાળો

નવી દિલ્હી, તા. ૧૯ : ભારતીય ટીમના બોલર કુલદીપ યાદવને વેક્સીનેશન દરમિયાન વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવતા હોબાળો મચી ગયો છે. હવે સમગ્ર મામલાની તપાસના આદેશ અપાયા છે.

મળતી વિગતો પ્રમાણે વેક્સીન લેવા માટે નક્કી કરેલા પ્રોટોકોલનુ પાલન કરવાની જગ્યાએ યાદવને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. શનિવારે કુલદીપ યાદવે કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો.યાદવે જ પોતાનો ફોટો શેર કર્યો હતો. જેમાં તે લોનમાં બેસીને વેક્સીન લઈ રહ્યો હોવાનુ દેખાતુ હતુ.

જોકે કદાચ તેને ખબર નહીં હોય કે પોતાનો જ ફોટો વિવાદનુ કેન્દ્ર બનશે. કારણકે હોસ્પિટલની લોનમાં બેસીને કોરોના વેક્સીન લેવાની હરકતને કોરોના પ્રોટોકોલનુ ઉલ્લંઘન ગણવામાં આવી રહી છે. દરમિયાન જિલ્લાધિકારીએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે કુલદીય યાદવને હોસ્પિટલમાં રસી મુકવાની હતી. તેની જગ્યાએ તેણે કાનપુરના નગર નિગમના ગેસ્ટ હાઉસમાં રસી મુકાવી હતી. કુલદીપની તસવીર જોઈને લોકોએ સોશિયલ મીડિયા પર કોમેન્ટ પણ કરી હતી કે, વડાપ્રધાન અને મુખ્યમંત્રી પણ હોસ્પિટલમાં જઈને રસી મુકાવે છે તો કુલદીપ માટે કોરોનાનો પ્રોટોકોલ કેમ તોડવામાં આવ્યો ?

(7:57 pm IST)