Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

યુ.એસ.ની મહર્ષિ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં ' દોશી સેન્ટર ફોર ઇન્ટિગ્રેટીવ મેડિસિન ' નું લોન્ચિંગ : NASA ના એરોસ્પેસ એન્જીનીઅર તથા સુપ્રસિદ્ધ દાનવીર શ્રી ડો.નવીન દોશી તથા તેમના પત્ની સુશ્રી પ્રતિમા દોશીનું બીજું મોટું ડોનેશન

લોસ એંજલસ : યુ.એસ.ના લોસ એંજલસમાં આવેલી મહર્ષિ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં 14 મે ના રોજ  ' દોશી સેન્ટર ફોર ઇન્ટિગ્રેટીવ મેડિસિન ' નું લોન્ચિંગ કરાયું છે.

વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટ વચ્ચે કોમ્યુનિટીને મદદરૂપ થવા NASA ના એરોસ્પેસ એન્જીનીઅર તથા સુપ્રસિદ્ધ દાનવીર શ્રી ડો.નવીન દોશી તથા તેમના પત્ની સુશ્રી પ્રતિમા દોશીએ 5 મિલિયન ડોલરનું ડોનેશન આપી ઉપરોક્ત સેન્ટરનું લોન્ચિંગ કર્યું હતું.

સાઉથ  કેલિફોર્નિયામાં ભારત અને તેની પરંપરાઓના સંશોધન અને અધ્યયન માટે, દોશી દંપતીએ ઉપરોક્ત ડોનેશન આપ્યું છે.  આ અગાઉ તેમણે શૈક્ષણિક સંસ્થાઓને દાન આપ્યા છે. યુસીએલએ અને લોયોલા મેરીમાઉન્ટ જેવી જાહેર અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં  આ દંપતીએ  ભારતીય સંસ્કૃતિ  અને ઇતિહાસ ચેરના નિર્માણ કર્યા છે. અને હવે એક  દોશી સેન્ટર ફોર ઇન્ટિગ્રેટીવ મેડિસિન ' ના લોન્ચિંગ દ્વારા આયુર્વેદ પર સારવાર, તાલીમ અને સંશોધન માટે ક્લિનિક તરીકે ચલાવવાની કલ્પના કરવામાં આવી છે.તેવું ઈ.વે.દ્વારા  જાણવા મળે છે.

(9:00 pm IST)