Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

હવે મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસમાં કહેર વધ્યો 90 દર્દીઓના મોત : 1500 લોકોને ચેપ લાગ્યો

હવાના માધ્યમથી પણ કોરોના વાયરસ ફેલાઈ શકે છે

મુંબઈ : મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેસ ટોપેએ જણાવ્યું કે રાજ્યમાં બ્લેક ફંગસને કારણે અત્યાર સુધી 90 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે રાજ્યમાં અત્યંત ઝડપી ગતિએ લોકો બ્લેક ફંગસનો ભોગ બની રહ્યાં છે.

સ્વાસ્થ્ય મંત્રી ટોપેએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 1500 લોકોને બ્લેક ફંગસનો ચેપ લાગ્યો છે.

આ આખા મામલમાં મેડિકલ નિષ્ણાંતોએ પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વર્લ્ડ મેડિકલ એસોસિએશનના એડવાઈઝર અને ચંદીગઢના જાણીતા ડોક્ટર આરએસ બેદીએ જણાવ્યું કે કોરોનાની પહેલી લહેર આવી હતી ત્યારે તેમાં ડ્રોપલેટ્સના માધ્યમથી વાયરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું હતું અને હવે બીજી લહેરમાં કેન્દ્રીય લેબના આ રિપોર્ટથી સ્પસ્ટ થયું છે કે હવાના માધ્યમથી પણ કોરોના વાયરસ ફેલાઈ શકે છે.

ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધારે ભોગ બની શકે છે તેનું પાછળનું મુખ્ય કારણ એ છે કે જે લોકો ઈમ્યુન નથી તેમને વાયરસ જલદીથી પકડી લેશે. મોટા લોકોને તો વેક્સિન મળી રહી છે પરંતુ બાળકોને હજુ સુધી વેક્સિન મળી નથી. બાળકોની વેક્સિન પર ટ્રાયલ ચાલી રહી છે તેમાં 3 થી 4 મહિનાનો સમય લાગી શકે છે. દેશમાં હાલમાં બાળકોની સંખ્યા 30 કરોડ કરતા વધારે છે તેમાં 1 ટકા પણ બાળકોને ચેપ લાગ્યો તો લગભગ 3 લાખ બાળકો સંક્રમિત થઈ શકે છે

કર્ણાટકના કોવિડ ટેકનીકલ એડવાઈઝરી કમિટીના સભ્ય રવિએ જણાવ્યું કે સરકારે કેટલાક નીતિગત નિર્ણયો લેવા જોઈએ. સ્કૂલ સુપર સ્પ્રેડર બની શકે છે. આપણી પાસે કોવિડ કેર વોર્ડ તથા આઈસીયુ નથી તેને પણ બનાવવા જોઈએ. સરવાળે મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરુર છે.

(12:00 am IST)