Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

IPL 2021ની બાકીની મેચો માટે ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં થશે મોટો ફેરફાર!

ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં 5 કરતા ઓછી મેચ રમાડશે : બીસીસીઆઇ આઇપીએલ 2021ની બાકીની મેચનું ઇંગ્લેન્ડમાં આયોજન કરશે

મુંબઈ : ભારતીય ટીમ 2 જૂને ઇંગ્લેન્ડ પ્રવાસ (ભારત વિ ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ) માટે રવાના થવાની છે, જ્યાં તે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ અને ત્યારબાદ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમશે. જોકે આ પ્રવાસ પહેલા એક મોટા સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝના સમયપત્રકમાં મોટો ફેરફાર થઈ શકે છે. તેનું મુખ્ય કારણ આઇપીએલ 2021 ની બાકીની મેચ છે, જે ફક્ત ઇંગ્લેંડમાં જ યોજાઈ શકે છે

ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા એક અહેવાલ મુજબ બીસીસીઆઈ અને ઇસીબી વચ્ચે ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી ટૂંકાવી દેવાની વાત ચાલી રહી છે. મતલબ કે બીસીસીઆઈ ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં 5 કરતા ઓછી મેચ રમાડવા માંગે છે. બદલામાં, બીસીસીઆઇ આઇપીએલ 2021ની બાકીની મેચનું ઇંગ્લેન્ડમાં આયોજન કરશે.

અહેવાલો અનુસાર, ‘બીસીસીઆઈ અને ઇસીબી પાંચ મેચની સિરીઝમાં ફેરફાર કરવા માટે ચર્ચામાં છે. બંને વચ્ચેની વાતચીત અંગેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જો ઇસીબી ટેસ્ટ સિરીઝમાં પરિવર્તન લાવે, તો પછી તે ઇચ્છશે કે ઇંગ્લેન્ડમાં જ આઇપીએલ 2021 ની બાકીની મેચો રમાય જેથી તેમની કાઉન્ટીઓ પૈસા કમાઈ શકે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આઇપીએલ 2021 ની બાકીની મેચનું આયોજન કરવા માટે ઇંગ્લેન્ડ પ્રથમ વિકલ્પ છે. યુએઈ અને શ્રીલંકા પણ બોર્ડની નજરમાં છે. શ્રીલંકાએ પહેલાથી જ ઇમેઇલ દ્વારા બીસીસીઆઈને તેની ઉપલબ્ધતા જણાવી દીધી છે.

18 જૂને, ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ શ્રેણીની ફાઈનલ રમશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાશે, જે 4 ઓગસ્ટથી નોટિંઘમમાં શરૂ થશે. બીજી ટેસ્ટ મેચ 12 ઓગસ્ટે લોર્ડ્સ ખાતે રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ 25 ઓગસ્ટે લીડ્સમાં યોજાશે. ચોથી ટેસ્ટ મેચ 2 સપ્ટેમ્બરથી લંડનના ઓવલ ગ્રાઉન્ડ પર થશે. પાંચમી અને છેલ્

(1:12 am IST)