Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

દિલ્હી હાઈકોર્ટમાં 9 નવા ન્યાયાધીશોની નિમણુંક : કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વિપિન સિંઘીએ નવા ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા : કાર્યકારી જજની સંખ્યા હવે 44 થઇ : આ પહેલા 60 જજની મંજૂર કરાયેલી સંખ્યા સામે 35 ન્યાયધીશો હતા

ન્યુદિલ્હી : ગઈકાલ બુધવારે નવ નવા ન્યાયાધીશોએ દિલ્હી હાઈકોર્ટના જજ તરીકે શપથ લીધા અને હવે કોર્ટના ન્યાયધિશોની સંખ્યા વધીને 44 થઈ ગઈ છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વિપિન સિંઘીએ નવા ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા હતા.

નવા ન્યાયધીશોમાં  – શ્રીમતી તારા વિતાસ્તા ગંજુ, શ્રીમતી. મીની પુષ્કર્ણા, ગૌરાંગ કંથ, વિકાસ મહાજન, તુષાર રાવ ગેડેલા, મનમીત પ્રીતમ સિંહ અરોરા, સચિન દત્તા, અમિત મહાજન અને સૌરભ બેનર્જીનો સમાવેશ થાય છે.

આ પહેલા દિલ્હી હાઈકોર્ટમાં 60ની મંજૂર સંખ્યા સામે 35 જજોની કાર્યકારી સંખ્યા હતી.

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 2020માં વકીલો તારા વિતાસ્તા ગંજુ અને મીની પુષ્કર્ણના નામની ભલામણ કરી હતી જ્યારે અન્ય સાત વકીલોના નામની ભલામણ 4 મેના રોજ એપેક્સ કોર્ટ કોલેજિયમ દ્વારા કરવામાં આવી હતી.તેવું એલ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:50 pm IST)