Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

રિયલમી કંપનીએ તેના નવા બે ધુંવાધાર અને જબરદસ્‍ત ફોન લોન્‍ચ કર્યાઃ જાણો ફોનની ખાસિયત અને તેના ફીચર્સ વિશે

રિયલમી કંપનીએ તેના રિયલમી નાઝરો 50 ફાઇવ-જી અને રિયલમી નાઝરો 50 પ્રો ફોન આકર્ષક ઓફર સાથે લોન્‍ચ કર્યો

નવી દિલ્‍હીઃ 20 હજારથી ઓછી કિંમતમાં હાઇક્‍લાસ સ્‍માર્ટફોન ફેસેલિટી આપવા માટે જાણીતી રિયલમી કંપનીએ તેના બે નવા ધમાકેદાર ફોન ભારતીય બજારમાં લોન્‍ચ કર્યા છે. જેનું નામ કંપની દ્વારા રિયલમી નાઝરો 50 ફાઇવ જી તેમજ 50 પ્રો ફાઇવ જી રાખવામાં આવ્‍યુ છે. આ ફોન 4 જીબી-64 જીબી, 4 જીબી-128 જીબી અને 6 જીબી-128 જીબીની રેમ અને રોમ સાથે જોવા મળશે.

સ્માર્ટફોન કંપની રિયલમીએ ભારતીય બજારમાં વધુ બે ડિવાઇસ લોન્ચ કરી દીધી છે. કંપનીએ Realme Narzo 50 Pro 5G અને Realme Narzo 50 5G ને ભારતીય ગ્રાહકો માટે લોન્ચ કર્યા છે. કંપનીની બ્રાન્ડના નવા બે નાર્ઝો યુવા પેઢીને ધ્યાનમાં રાખી ઉતારવામાં આવી રહ્યાં છે. સૌથી મહત્વની વાત કરીએ તો બંને ડિવાઇસ મીડિયાટેક ડાઇમેન્સિટી પ્રોસેસરની સાથે ઉતારવામાં આવ્યા છે. આવો આ બંને ફોનની જાણકારી મેળવીએ.

Realme Narzo 50 5G સિરીઝની કિંમત

Realme Narzo 50 5G  ને ત્રણ રેમ અને સ્ટોરેજ કોન્ફિગરેશનમાં પજૂ કરવામાં આવશે - 4GB + 64GB, 4GB + 128GB, અને  6GB + 128GB ની કિંમત ક્રમશઃ 15999 રૂપિયા, 16999 રૂપિયા અને 17999 રૂપિયા છે. આ ફોન 24 મેથી એમેઝોન અને રિયલમી ઓનલાઇન સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ થશે.

Realme Narzo 50 Pro 5G ને રેમ અને સ્ટોરેજ કોન્ફિગરેશનમાં રજૂ કરવામાં આવશે - 6GB + 128GB, અને 8GB + 128GBની કિંમત ક્રમશઃ 21999 રૂપિયા અને 23999 રૂપિયા છે. સ્માર્ટફોનનું વેચાણ26 મેથી એમેઝોન અને રિલયમી ઓનલાઇન સ્ટોર પર થશે.

બંને ફોન બે કલર ઓપ્શન- હાઇપર બ્લૂ અને હાઇપર બ્લેકમાં ઉપલબ્ધ થશે. એચડીએફસી બેન્કના ક્રેડિટ કે ડેબિડ કાર્ડથી ચુકવણી કરવા પર બે હજાર રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળી શકે છે.

Realme Narzo 50 Pro 5G ની ખાસિયત

Realme Narzo 50 Pro 5G માં 6.4 ઇંચની FHD+ સુપર  AMOLED ડિસ્પ્લે છે, જે 90Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. હુડ હેઠળ સ્માર્ટફોન મીડિયા ડાઇમેન્શન 920 5G ચિપસેટ દ્વારા સંચાલિય થાય ચે જેને 8જીબી સુધી રેમ અને 128જીબી સુધી સ્ટોરેજની સાથે જોડવામાં આવી છે. આ ડિવાઇસ આઉટ ઓફ ધ બોક્સ Android 12 પર આધારિત Realme UI 3.0 પર ચાલે છે.

Realme Narzo 50 Pro 5G માં ત્રિપલ કેમેરાની સાથે પાછળની તરફ 48 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર, 8 મેગાપિક્સલ અને એક 2 મેગાપિક્સલનું સેન્સર આવે છે. તો ફોનના ફ્રંટમાં 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 5,000mAh ની બેટરી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સ્માર્ટફોનમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ મળે છે.

Realme Narzo 50 5G સ્પેસિફિકેશન

Realme Narzo 50 5G માં 6.6 ઇંચની FHD+ ડિસ્પ્લે છે, જે 90Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્માર્ટફોન એક મીડિયાટેક ડાઇમેન્શન 810 5G ચિપસેટ દ્વારા સંચાલિત થાય છે જેને 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથે જોડવામાં આવ્યું છે. આ ડિવાઇસ આઉટ ઓફ ધ બોક્સ Android 12 પર આધારિત Realme UI 3.0 પર ચાલે છે.

Realme Narzo 50 5G માં પાછળની તરફ ડ્યુઅલ કેમેરા સેટઅપની સાથે 48 એમપીના પ્રાઇમરની સાથે 2 મેગાપિક્સલનું સેન્સર આવે છે. તો ફ્રંટમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 5,000mAh ની બેટરી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

(5:43 pm IST)