Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના ભત્રીજાનું અકસ્માતે મોત થયું

વાઝોડાને લીધે વૃક્ષની ડાળી પડતાં અકસ્માત : મોટરસાયકલ પર જતા સોનુ પર ડાળી પડીને ઢળી પડ્યા, ગામજનો હોસ્પિટલ લઈ ગયા પણ મૃત જાહેર કરાયા

લખમીપુર ખીરી, તા.૧૯ : કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના ભત્રીજાનું બુધવારે મોટરસાઈકલ પર વૃક્ષની ડાળી પડવાથી મૃત્યુ થઈ ગયું છે. પોલીસે આ જાણકારી આપી છે અને તેમણે જણાવ્યું કે, આ દુર્ઘટના જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ખંભર ખેડા ગામ નજીક બની હતી. પોલીસે જણાવ્યું કે, તિકોનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના બનવીરપુર ગામના નિવાસી અચિન મિશ્રા ઉર્ફે સોનૂ કેન્દ્રીય મંત્રીના મોટા ભાઈના પુત્ર છે.

અધિક પોલીસ અધિક્ષક અરુણ કુમાર સિંહે જણાવ્યું કે, તેઓ સાંજે લખમીપુર જઈ રહ્યા હતા ત્યારે વાવાઝોડા દરમિયાન વૃક્ષની એક ડાળી તેમની મોટરસાઈકલ પર પડી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે કેટલાક રાહદારીઓ તેમને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.  સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે સાંજથી જ હવામાન ખરાબ હતું. આ દરમિયાન તેમને જાણકારી મળી કે, એક યુવકની બાઈક પર વૃક્ષની મોટી ડાળી પડી છે. આ માહિતી મળતી જ લોકો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. લોકોએ વૃક્ષ કાપીને હટાવ્યુ અને બાઈક તથા સોનૂ મિશ્રાને બહાર કાઠ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તેમનું મૃત્યું થઈ ચૂક્યું હતું. ત્યાં સુધી લોકોને એ વાતની ખબર ન હતી કે, સોનૂ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના ભત્રીજા છે.

 

(7:51 pm IST)