Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

રસીનો પહેલો ડોઝ મૂકવામાં દેશમાં ગોવા સૌથી ટોચ પર

દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે આંકડા જાહેર કર્યા : ભારતભરમાં ૨૧ કરોડ એટલે કે ૧૫.૭૪ ટકા લોકોને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લાગી ચુકયો છે

નવી દિલ્હી, તા. ૧૮ : દેશમાં કોરોનાની બીજી લહેરનુ જોર ઘટી ચુકયુ છે ત્યારે દેશના વિવિધ રાજ્યોમાં કોરોના વેક્સિન લગાવવાના અભિયાન પર ભાર મુકાઈ રહ્યો છે.

સ્વાસ્થય મંત્રાલયે કયા રાજ્યમાં કેટલા લોકોને વેક્સિન મુકવામાં આવી તેના આંકડા જાહેર કર્યા છે. આ આંકડા વેક્સિનનો પહેલો ડોઝ કેટલા લોકોને લાગી ચુકયો છે તેના છે.

જે પ્રમાણે ગોવા પહેલા ક્રમે છે. ગોવામાં ૩૭ લાખની વસતીમાંથી ૧૫ લાખ લોકોને ઓછામાં ઓછો એક ડોઝ મુકાઈ ચુકયો છે.

કયા રાજ્યમાં કેટલા ટકા વસતીને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લાગી ચુકયો છે તેની યાદી આ મુજબ છેઃ ગોવા ૩૭.૨૫ ટકા, સિક્કિમ ૩૭.૨૯ ટકા, હિમાચલ પ્રદેશ ૩૦.૩૫ ટકા, કેરાલા ૨૬.૨૩ ટકા, ગુજરાત ૨૫.૬૯ ટકા, દિલ્હી ૨૫.૩૯ ટકા, ત્રિપુરા ૨૯ ટકા, મિઝોરમ ૨૮ ટકા, જમ્મુ કાશ્મીર ૨૪ ટકા, લક્ષદ્વીપ ૫૮ ટકા, લદ્દાખ ૫૪ ટકા, કર્ણાટક ૨૨ ટકા, રાજસ્થાન ૨૧ ટકા, તેલંગાણા ૧૯ ટકા, આંધ્ર ૧૮ ટકા, મહારાષ્ટ્ર ૧૭ ટકા, પંજાબ ૧૭ ટકા, ઓરિસ્સા ૧૬ ટકા, યુપી ૮.૫૩ ટકા, બિહાર ૮.૬ ટકા, આસામ ૧૧ ટકા, ઝારખંડ ૧૨ ટકા, તામિલનાડુ ૧૨ ટકા, પશ્ચિમ બંગાળ ૧૪ ટકા. કુલ મળીને જોવામાં આવે તો ભારતમાં ૨૧ કરોડ એટલે કે ૧૫.૭૪ ટકા લોકોને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લાગી ચુકયો છે.

(12:00 am IST)