Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

દેશમાં ત્રણ મહિના બાદ કોરોનાની ત્રીજી લહેર આવી શકે : નિષ્ણાતોની ચેતવણી

કોરોના વાયરસની ત્રીજી લહેર ઓક્ટોબર મહિના સુધીમાં આવશે.

નવી દિલ્હી :દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે ઘણી તબાહી મચાવી છે. જો કે ત્યારે બીજી લહેરની આક્રમકતા ઘટી છે. તેવામાં નિષ્ણાંતોએ ત્રીજી લહેર માટેની ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે દેશમાં ત્રણ મહિના બાદ કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. ઉલ્લેખનીય છે કે સરકાર પણ કોરોના વાયરસની ત્રીજી લહેરને લઇને સતર્ક છે. સરકાર સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા ત્યારથી તૈયારી કરી રહી છે.

દિલ્હી હાઇકોર્ટે પણ કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને નોટિસ આપીને કહ્યું છે કે આપણે ત્રીજી લહેરથી વધારે દૂર નથી. તબીબી નિષ્ણાંતોનું માનીએ તો ઓક્ટોબર મહિના સુધીમાં ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવે તેવી સંભાવના છે. જો કે બીજી લહેરની સરખામણીએ આ વખતે તેને સારી રીતે નિયંત્રિત કરી શકાશે. પરંતુ એક વાત નક્કી છે કે આ મહામારી વધું એક વર્ષ જોખમી બની રહેશે.

દુનિયાભરના 40 સ્વાસ્થ્ય નિષ્ણાંતો, ડોક્ટરો, વિજ્ઞાનીઓ, વાયરોલોજિસ્ટ, મહામારી વૈજ્ઞાનિકો અને પ્રોફેસરોના 3થી 17 જૂન વચ્ચે કરવામાં આવેલા સર્વે પરથી જાણવા મળ્યું છે કે ત્રીજી લહેરના પ્રકોપને છો કરવા માટે રસીકરણ મહત્વની ભૂમિકા નિભાવશે. ત્રીજી લહેરને લઇને આગાહી કરનારાઓમાં 85 ટકા કરતા વધારે નિષ્ણાંતોનું માનવું છએ કે કોરોના વાયરસની ત્રાજા લહેર ઓક્ટોબર મહિના સુધીમાં આવશે. આ સિવાય કેટલાક લોકો સપ્ટેમ્બર અને નવેમ્બરમાં ત્રીજી લહેર આવશે તેવો મત પણ આપે છે.

(12:28 am IST)