Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

RO પાણીના ઉત્પાદકોના વેચાણ ૪૦ ટકા થઇ ગયા

લોકડાઉનને લીધે રેસ્ટોરાં, હોટેલો, રિસોર્ટ, સિનેમા અને મોટા પ્રસંગો બંધ થતાં અસર

મુંબઇ,તા. ૧૯: વોટર કયુરીફાઇ (આર.ઓ.) વ્યવસાયમાં કોરોના કારણે થયેલા લોકડાઉનના લીધે ભારે મંદી જણાઇ રહી છે. કેટલાંક પ્લાન્ટ બંધ થઇ ગયા છે. જયારે કેટલાકભારે મંદીનો સામનો કરી રહ્યા છે. વેચાણમાં ૩૦થી ૪૦ ટકાનો કાપ મૂકાયો છે. ઘેર આરઓ ફીટીંગ કરાવનારા લોકોની સંખ્યા પણ ઘટી ગઇ છે એમ આર.ઓ.ના ધંધા સાથે સંકળાયેલા લોકનું કહેવુ છે. આદિતી એકવાટેકના માલિક મીલીંદ અમીને જણાવ્યું હતું કે ધંધો ઘટી ગયો છે અને જૂના ગ્રાહકો તૂટી ગયા છે. કોવિડ પછી રેસ્ટોરન્ટ, ટુરિઝમ, કેટરીન, રીસોર્ટ, સિનેમા બંધ થઇ ગયા છએ એની અસર છે. વળી, મોટં પ્રસંગો પણ થતા નથી એટલે માઠી અસર થઇ રહી છે. માણસોનો પગાર કરવો પડે છે તેમાં પણ તકલીફ પડે છે.

પાણીના જગ અનેબોટલની ડિલિવરીઓ સાવ અલ્પ થાય છે. ઉનાળાની સીઝન ફેઇલ ગઇ છે તેથી મોટો માર પડી રહ્યો છે. વડોદરામાં ૩૦ થી ૩૨ પ્લાન્ટ છે જેમાંથી ૪ પ્લાન્ટ બંધ થઇ ગયા છે. એક પ્લાન્ટની ફી દોઢ લાખ અને ટેક્ષ ભરવો પડે છે. ધંધો ઘટી જતા ફી અને ટેક્ષ ભરવાના પૈસા નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રોજ વપરાશમાં લેવાતા ઠંડા પાણી આર.ઓ. નાના ઉદ્યોગો ધરાવતો આ ઉદ્યોગ ધણા નાના-મોટા લોકોને રોજી આપતો હતો. લોકડાઉન પછી આ ઉદ્યોગ પડી ભાંગ્યો હતો કારણ કે લોકોને ત્યાં સારા પ્રસંગ હોય મેળાવડા, નાના-મોટા જમણવાર, મૃત્યુ-બેસણા જેવા પ્રસંગો હોય તેમાં ઠંડા પાણી કેનની બોટલો જરૂર જતી હતી. પરંતુ કોરોનાના કારણે બધુ બંધ થઇ ગયું છે.

પેકેજીંગ અને હોમ ડિલિવરીમાં આર ઓના પાણીનો ધંધો છેલ્લાં ચાર પાંચ વર્ષમાં ખૂબ ફેલાયો છે. વળી, આ ધંધામાં નાના અને સામાન્ય લોકો જોતરાયેલા હોય છે એટલે તેની અસર પણ વ્યાપક છે.

(10:21 am IST)