Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

મોદી સરકાર લાવી શકે છે નવો નિયમ

સપ્તાહમાં ૫ ના બદલે ૪ દિવસ જ કરવી પડશે નોકરી : ૩ દિવસ મળશે રજા !

કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે : હવે તેમને કામના કલાકો અને દિવસોમાં રાહત મળી શકે છે

નવી દિલ્હી,તા.૧૯: કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. હવે તેમને કામના કલાકો અને દિવસોમાં રાહત મળી શકે છે. જલ્દી જ સપ્તાહમાં પાંચ દિવસના બદલે ૪ દિવસ નોકરી કરવાની રહેશે અને ૩ દિવસ રજા રહેશે. દેશમાં બનેલા નવા શ્રમ કાનૂનો અંતર્ગત આવનાર દિવસોમાં સપ્તાહમાં ત્રણ દિવસ રજા મળી શકે છે. બીજી તરફ કેન્દ્ર સરકારે ટ્રાવેલિંગ એલાઉન્સ એટલે કે ટીએ કલેબ સબ્મિશનની સમય સીમા ૬૦ દિવસથી વધારીને ૧૮૦ દિવસ કરી દીધી છે. જેને ૧૫ જૂનથી લાગુ કરવામાં આવ્યું છે. માર્ચ ૨૦૧૮માં કેન્દ્ર સરકારે નિવૃત્ત્િ। પર ટીએ કલેમની સમય સીમા ૧ વર્ષથી ઘટાડીને ૬૦ દિવસની કરી હતી. આ સમય ગાળાને વધારવા માટે સરકારના ઘણા સરકારી વિભાગ બોલી રહ્યા હતા. જે પછી આ નિર્ણય કરવામાં આવ્યો છે.

નવા લેબર કોડમાં નિયમોમાં આ વિકલ્પ પણ રાખવામાં આવશે. જેના પર કંપની અને કર્મચારી આપસી સહમતીથી નિર્ણય લઇ શકે છે. નવા નિયમો અંતર્ગત સરકારે કામના કલાકો વધારીને ૧૨ સુધી કરવાનું પણ સામેલ કર્યું છે. કામ કરવાના કલાકોની અધિકતમ સીમા ૪૮ કલાક રાખવામાં આવી છે. આવામાં કામના દિવસો દ્યટી શકે છે.

નવા ડ્રાફ્ટ કાનૂનમાં કામકાજના અધિકતમ કલાકો વધારીને ૧૨ કરવાનો પ્રસ્તાવ પેશ કર્યો છે. કોડના ડ્રાફ્ટ નિયમોમાં ૧૫થી ૩૦ મિનિટ વચ્ચેના અતિરિકત કામકાજને પણ ૩૦ મિનિટ ગણીને ઓવરટાઇમમાં સામેલ કરવાની જોગવાઇ છે. વર્તમાન નિયમમાં ૩૦ મિનિટથી ઓછા સમયને ઓવરટાઇમ યોગ્ય માનવામાં આવતો નથી.

ડ્રાફ્ટ નિયમોમાં કોઇપણ કર્મચારી પાસે ૫ કલાકથી વધારે સતત કામ કરાવવાની મનાઇ છે. કર્મચારીઓને દર પાંચ કલાક પછી અડધા કલાકનો આરામ આપવો પડશે.

(10:23 am IST)