Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

કોરોના કાળમાં વોટરપાર્ક ઉદ્યોગને રૂ. ૬૦૦ કરોડનું નુકસાન

વોટરપાર્ક બંધ રહેતા સંચાલકોની આવક બંધ, તોતિંગ ખર્ચા ચાલુઃ હજારો કર્મચારીઓ બેરોજગાર

નવી દિલ્હી,તા. ૧૯:ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના ગ્રહણને કારણે' અનેક વોટરપાર્કના તાળા હજુ પણ ખુલ્યા નથી. રાજયમાં નાના મોટા કુલ મળીને ૬૦ વોટરપાર્ક બંધ પડ્યા છે. જેના કારણે સંચાલકોને રૂ. ૫૦૦થી ૬૦૦ કરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવે સિઝનને એકાદ મહિનો બાકી રહ્યો છે ત્યારે વોટરપાર્ક શરૂ કરવા માટે સંચાલકોએ રાજય સરકારને રજૂઆત કરવાનું શરૂ કરી દીધુ છે. ચોમાસું બેસી જાય એ પછી આ સીઝન પણ ફેઇલ ગઇ ગણાશે.'

ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારી વકરતા કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર સ્વિમીંગ પુલ સહિત વોટરપાર્ક બંધ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો.લૃ બે વર્ષ થયા છતાં વોટરપાર્ક શરૂ કરવા માટે સરકારે લીલીઝંડી આપી નથી. ગુજરાત વોટરપાર્ક એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યું હતુ કે'સંચાલકોની' કપરી દશા છે અલબત્ત્। ઘણાને બેન્કના હપ્તા કેમ ભરવા તે અંગે પણ મુશ્કેલી છે. કોઇપણ આવક વિના રૂ. ૨ લાખથી' ૨૫ લાખ સુધીનો હપ્તો કેમ ભરવો તે એક સવાલ છે.ઘણાએ તો વોટરપાર્ક વેચી દેવાનું પણ વિચાર્યુ છે. તો બીજી બાજુ આશરે પાંચેક હજાર લોકોએ રોજગારી પણ ગુમાવી છે.

હાલમાં સરકારે દરેક વ્યવસાય ધંધાને છૂટછાટ આપી છે ત્યારે વોટરપાર્કને પણ છૂટ આપવા માટે સંચલકોએ પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાને રજૂઆત કરી છે. જેણે રસી લીધી હોય તેમને જ પ્રવેશ અપાશે તેવું પણ સંચાલકોએ નક્કી કર્યું હોવાનું મનાય છે. ઉપરાંત વોટરપાર્કના તમામ સ્ટાફે બે ડોઝ પણ લઇ લીધા છે તેમજ સરકારની માર્ગદર્શિકાનું પૂરેપૂંરુ પાલન કરવામાં આવશે તેવી અનેક બાબતો સાથે સરકારને વોટર પાર્ક ખોલવા દેવાની એસોસેયેશને વિનંતી કરી છે.હવે સરકારના નિર્ણયની રાહ જોવાય છે.

અમદાવાદમાં અને તેની આસપાસના અનેક વોટરપાર્ક આવેલા છે. જેમાં શંકુ, સ્પ્લેશ, મણિયાર, જલધારા, સ્વપ્ન સૃષ્ટિ, શાહ, બ્લીસ અને એન્જોય સિટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પણ વડોદરા, રાજકોટ, સુરતમાં પણ અનેક જાણીતા વોટરપાર્ક આવેલા છે. રાજયમાં હવે કોરોનાની બીજી લહેર લગભગ સમાપ્ત થઇ ગઇ છે ત્યારે સરકાર વોટરપાર્કને ખુલ્લા કરવા માટે મંજૂરી આપી શકે છે તેવું પ્રવાસન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

(10:27 am IST)