Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

લગ્ને લગ્ને કુંવારો : ૩૨ યુવતીઓ સાથે ડેટિંગ ૫ લગ્ન : છઠ્ઠાની તૈયારી કરતો ઢોંગી બાબા જબ્બે

૮મું પાસ 'બાબા' અંગ્રેજીમાં ચેટિંગ કરતો : દરેકને ઉઠા ભણાવતો

કાનપુર,તા.૧૯: ફિલ્મ કિસ કિસકો પ્યાર કરુંની કહાની તમને યાદ હશે. ફિલ્મના નાયકે કોઈના કોઈ મજબૂરીથી ચાર લગ્ન કર્યા હતા. પરંતુ આ તો ફિલ્મની વાત થઈ પરંતુ કાનપુરમાં પોલીસે એક એવા બાબાની ધરપકડ કરી છે જેણે ફિલ્મની કહાનીથી પણ બે પગલાં આગળ નીકળી ગયો હતો. ચાંપ લગ્ન કર્યા બાદ પણ તે છઠ્ઠા લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો હતો. છેલ્લી ઘડીએ પોલીસે લગ્નવાળા બાબાને દબોચી લઈને જેલભેગો કર્યો હતો.

લગ્નવાળા બાબાનું અસલી નામ અનુજ ચેતન કઠેરિયા છે. જે મૂળરૂપથી શાહજહાંપુરનો રહેવાશી છે. પોલીસના ફેરમાં ફસેલા ઢોંગા બાબાએ પોતાનો ધર્મ સંતાડીને પહેલાથી જ ચાર લગ્ન કરી ચૂકયો હતો. પાંચમાં લગ્ન તેણે શ્યામનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ચકેરીની રહેનારી એક મહિલા સાથે કર્યા હતા.

લગ્નના થોડા જ સમય પછી ઢોંગા બાબાએ પોતાની પાંચમી પત્નીને ત્રાસ આપવાનું શરું કર્યું હતું. ત્યાર બાદ ચકેરી અને કિદવઈ નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે અનજ બાબા કિદવઈ નગર પોલીસ સ્ટેશનના હથે ચડી ગયો હતો.

પોલીસે જયારે બાબાની કુંડળી કાઢવાની શરુ કરી તે જાણવા મળ્યું કે અનુજે શાહજહાંપુરના નિગોહી પોલીસ સ્ટેશનના કામાખ્યા બંજારે બાબા કલ્યાણ સેવા ટ્રસ્ટના નામથી તંત્ર મંત્રનો અડ્ડો બનાવી રાખ્યો હતો. ત્યા પોતાની પરેશાની લઈને જનારી યુવતીઓને બાબા પોતાના જાળમાં ફસાવતો હતો.

બાબા અનુજ કઠેરિયાએ શાદી ડોટ કોમમાં લકી પાંડેના નામથી પોતાની પ્રોફાઈલ બનાવી રાખી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આશરે ૩૨ યુવતીઓ સાથે અનુજ ચેટિંગ કરી રહ્યો હતો. જેનો રેકોર્ડ પણ પોલીસને મળ્યો હતો.

યુવતીઓ સાથે ચેટિંગમાં બાબા ખુદ એક ટીચર બતાવતો હતો અને કોઈને હોટલનો માલિક. આઠમા ધોરણ સુધી ભણેલો અનુજ પોતાને બીએસપી પાસ બતાવીને અંગ્રેજીમાં ચેટ કરતો હતો. અુજને પોતાના નાના ભાઈની પત્નીને પણ છોડી ન્હોતી.

નાનાભાઈની પત્નીએ શાહજહાંપુરમાં નિગોહી પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૮માં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં પોલીસે બાબાની ધરપકડ કરી હતી. જેમાં પોલીસ તપાસ ચાલી રહી છે.

(10:27 am IST)