Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

કોરોના વાયરસ માટે ચીન જવાબદાર: અમેરિકા અને ભારતને સૌથી મોટું નુકસાન થયું : ચીન વળતર ચૂકવે : ટ્રમ્પનું નિવેદન

ચીન અમેરિકાને 10 ટ્રિલિયન ડોલરનું વળતર ચૂકવે તો પણ ઓછું ગણાય.

નવી દિલ્હી : દુનિયાભર માં કોરોના ફેલાવવા મામલે પહેલે થી જ ચીનને જવાબદાર ઠેરવનાર અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કોરોના મહામારી માટે ચીનને દોષી ઠેરવી જણાવ્યું કે અમેરિકા અને ભારતને કોરોના થી સૌથી વધુ નુકશાન થયું છે.
તેઓએ ઉમેર્યું કે દુનિયાને બરબાદ કરવા ચીને કોરોના વાયરસ ફેલાવ્યો છે. વાયરસ ફેલાવવા બદલ ચીને દુનિયાભરના કોરોના પ્રભાવિત દેશોને વળતર ચૂકવવું જોઈએ.જેમાં ચીન અમેરિકાને 10 ટ્રિલિયન ડોલરનું વળતર ચૂકવે તો પણ ઓછું ગણાય.
કોરોનાનો આ વાયરસ વુહાનની લેબમાંથી ફેલાયો હતો અને તેના કારણે વિનાશ વેરાયો છે.
તેઓ એ કહ્યુ કે કોરોનાને કારણે ભારતને મોટું નુકસાન થયું છે. એની પાછળ ચીન જવાબદાર છે અને ફરી બેઠું થતા વર્ષો લાગી જશે.

(12:09 pm IST)