Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ઉત્તરાખંડમાં ધોધમાર વરસાદનાં કારણે ભૂસ્ખલન : નદીમાં પાણીનું રૌદ્ર સ્વરૂપ

તિહરી ગઢવાલમાં ભૂસ્ખલન બાદ નેશનલ હાઇવે નંબર 58 બંધ કરી દેવાયો : કપકોટ વિસ્તારમાં ભૂસ્ખલનની લપેટમાં જેસીબી ચાલકે જીવ ગુમાવ્યો: પૌરી-ગઢવાલમાં ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ

  ઉત્તરાખંડનાં ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે, તેથી ઘણી જગ્યાએ ભૂસ્ખલનનો ભય છે. વરસાદ બાદ અલકનંદા નદીમાં પાણીનો ખૂબ ભરોવો થયો છે, તિહરી ગઢવાલમાં ભૂસ્ખલન થયું છે, ત્યારબાદ નેશનલ હાઇવે નંબર 58 બંધ કરી દેવામાં આવ્યો છે. વળી બાગેશ્વર જિલ્લાનાં કપકોટ વિસ્તારમાં ભૂસ્ખલનની લપેટમાં આવી રહેલી એક જેસીબી આવી હતી, જેના કારણે ચાલકે જીવ ગુમાવ્યો હતો.

  ભારે વરસાદને કારણે ઉત્તરાખંડનાં પૌરી-ગઢવાલમાં ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શ્રીનગરમાં નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અલકનંદા નદીમાં પાણીનું સ્તર અનેકગણું વધ્યું છે.ભારે વરસાદ વચ્ચે તિહરી ગઢવાલનાં બિયાસી નજીક ભૂસ્ખલન થયું છે, જેના કારણે નેશનલ હાઇવે નંબર 58 બંધ થઈ ગયો છે. આ હાઇવે ઋષિકેશ-શ્રીનગર હાઇવે તરીકે પ્રખ્યાત છે. ભૂસ્ખલન બાદ મોટી માત્રામાં પથ્થરનો કાટમાળ નીચે રસ્તા પર પડય્પ હતો 

(12:45 pm IST)