Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

સોનુ થયું સસ્તું : એક અઠવાડિયામાં પ્રતિ 10 ગ્રામે 2000 રૂપિયાનું ગાબડું

સોનાના ભાવ એક મહિનાના સૌથી નીચલા સ્તર પર સરક્યા

નવી દિલ્હી : સોનાના ભાવમાં સતત ઘટાડો થઇ રહયો છે છેલ્લા અઠવાડિયામા મલ્ટી કમોડિટી એક્સચેન્જમાં સોનાની કિંમત 2000 પ્રતિ 10 ગ્રામથી વધારે તુટી છે. સસ્તુ સોનું ખરીદવાની રોકાણકારોને તક સાંપડી છે  થોડાક દિવસોથી સોનાનો ભાવ સતત ઘટી રહ્યો છે.

કમોડિટી એક્સપર્ટનુ માનીએ તો જુલાઈ બાદ સોનું મોંઘુ થશે. તેવામાં રોકાણની દ્રષ્ટિએ તમને મોટુ રિટર્ન મળશે. પરંતુ ખરીદી મોંઘી પડશે. એક્સપર્ટ જણાવે છે કે કિંમતી ધાતુની કિંમતમાં ઘટાડો અસ્થાયી છે. સોનાની કિંમત ઝડપથી પલટાઈ જશે અને એક 48, 500 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી જશે

  સોનાની કિંમત એક મહિનામાં પોતાન સૌથી નીચલા સ્તર પર આવી છે. ત્યારે ચાંદીમાં તેજી નોંધાયી છે. દુનિયાભરના બજારોમાં કિંમતમાં ઘટાડો વચ્ચે ભારતીય બજારોમાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

 ગુડ રિટર્ન્સ વેબસાઈટ મુજબ શુક્રવારે 10 ગ્રામ 22 કેરેટ સોની કિંમત 47, 410 રુપિયાથી ઘટીને 47, 350 રુપિયા આવી ગઈ છે.  ચાંદી 70, 300 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી છે. તેવું જ 24 કેરેટ સોનાના ભાવ શુક્રવારે 60 રુપિયા પ્રતિ 10 ગ્રામથી ઘટાડાની સાથે 48, 350 રુપિયા આવી ગયું છે. જે ગત વર્ષના કારોબારી સત્રમાં 48, 410 રુપિયા હતુ. ઉલ્લેખનીય છે કે સોનાના રેટ હજું પણ રેકોર્ડ હાઈથી 9000 રુપિયા સુધી સસ્તુ ચાલી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષ ઓગસ્ટમાં સોનાના ભાવ 56000 રુપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર આવી ગયું હતુ.

(1:06 pm IST)