Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ફેઈમ અભિનેત્રી મુનમુન દત્તા સામેની 6 માંથી 5 FIR રદ : સુપ્રીમ કોર્ટે 6 રાજ્યોમાં નોંધાયેલી FIR નો હરિયાણાની સૌપ્રથમ FIR માં સમાવેશ કર્યો : અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ વિડીયોમાં ' ભંગી ' તેવો જાતિવાદી શબ્દનો ઉલ્લેખ કર્યો હતો

ન્યુદિલ્હી : ઇન્સ્ટાગ્રામ વિડીઓમાં  ' ભંગી ' તેવો જાતિવાદી ઉલ્લેખ કરવા બદલ અભિનેત્રી મુનમુન દત્તા ઉપર જુદી જુદી 6 એફઆઈઆર નોંધાઈ હતી . જે પૈકી 5 એફઆઈઆર સુપ્રીમ કોર્ટે રદ કરી છે.અને તમામ એફઆઇઆરનો સૌપ્રથમ એફઆઇઆરમાં સમાવેશ કર્યો છે. જે હરિયાણામાં નોંધાઈ હતી.

અભિનેત્રી ઉપર  હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં FIR દાખલ કરવામાં આવી હતી.

દત્તા તરફથી ઉપસ્થિત વરિષ્ઠ વકીલ પુનીત બાલીએ દલીલ  કરી હતી કે અભિનેતા દ્વારા વપરાયેલા "ભંગી" શબ્દનો અર્થ  ઉન્મત્ત તેવું દર્શાવવા માટે કરાયો  હતો.

જેના અનુસંધાને  ન્યાયાધીશ હેમંત ગુપ્તા, કે જેઓ  બેંચનું  નેતૃત્વ કરી રહ્યા હતા, તેમણે કહ્યું હતું કે "તે સાચો અર્થ નથી."ખંડપીઠે સવાલ કર્યો હતો કે શું મહિલા હોવાના નાતે  દત્તાને સમાન અથવા વધુ સારા અધિકાર હશે ?

આ અગાઉ દત્તાએ ખુલાસો કર્યો હતો કે મારો હેતુ કોઈની લાગણી દુભાવવાનો નહોતો. મારા શબ્દનું ખોટું અર્થઘટન કરાયું છે. મારા શબ્દ વિષે ગેરસમજણ થઇ છે તેવી મને જાણ થતા મેં તુરત જ તે કાઢી નાખ્યો હતો.હું દરેક વ્યક્તિ તેમજ જ્ઞાતિને માનની નજરે જોઉં છું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:32 pm IST)