Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

આજે રાહુલ ગાંધીનો જન્મ દિન : જાણો તેમના જીવનની અજાણી વાતો

દાદી ઇન્દીરા ગાંધીની હત્યા બાદ સ્કૂલે ન જઈ શકયા : એમફિલ કરવા નામ બદલવુ પડ્યુ :સાર્વજનિક જીવનથી દૂર રહ્યું બાળપણ : ઘરમાં સ્કૂલની શિક્ષા બાદ દિલ્હીમાં કોલેજ

નવી દિલ્હી તા. ૧૯ : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ૧૯ જૂને પોતાનો જન્મદિન મનાવી રહ્યા છે. આ પ્રસંગ પર કોંગ્રેસે સેવા દિન મનાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે જાણો રાજકારણમાં આવતા પહેલા રાહુલ ગાંધીનું જીવન કેવું હતુ.

દિલ્હીમાં ૧૯ જૂન ૧૯૭૦માં જન્મેલા રાહુલ ગાંધી ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીનું પહેલું સંતાન છે. બાળપણ દિલ્હી અને દેહરાદૂનની વચ્ચે વિત્યુ. શરૂઆતના જીવનમાં સાર્વજનિક જીવનથી દૂર રહ્યા. જયારે જન્મ્યા ત્યારે દાદી ઈન્દિરા ગાંધી ભારતના પ્રધાનમંત્રી હતા. વર્ષ ૧૯૮૧થી ૧૯૮૩ની વચ્ચે ઉત્તરાખંડના દહેરાદૂનની દૂન સ્કૂલમાં અભ્યાસ કર્યો જયાં તેમના પિતા પણ ભણ્યા હતા.

દાદીની ૧૯૮૪માં હત્યા થતા રાહુલના અભ્યાસમાં સમસ્યા આવી. સુરક્ષાના સંકટને જોતા તે અને તેમની બહેન ૧૯૮૯ સુધી ઘરે જ ભણ્યા. ૧૯૮૯માં રાહુલે દિલ્હીના સેન્ટ સ્ટીફન કોલેજમાંથી ગ્રેજયૂએટ થવા માટે સ્પોર્ટ્સ કવોટામાં એડમિશન લીધું. તે સમયે રાહુલના રેગિંગની તસવીરે ખૂબ હોબાળો મચાવ્યો હતો.

વર્ષ ૧૯૯૦માં રાહુલે અર્થશા સ્ત્રના અભ્યાસ માટે હાર્વડ યુનિવર્સિટીમાં એડમિશન લીધું પણ ૧૯૯૧માં તેમના પિતાની હત્યા થઈ. જે બાદ સુરક્ષાના કારણે અમેરિકાના ફલોરિડામાં રોલિન્સ કોલેજમાં ચાલ્યા ગયા. જયાં તેમણે ૧૯૯૪માં બીએની ડિગ્રી મેળવી.

૧૯૯૫માં રાહુલે કૈમ્બ્રિજના ટ્રિનિટી કોલેજથી ડેવલપમેન્ટ સ્ટડીઝમાં એમફિલ માટે દાખલ થયા. પરિવારની સુરક્ષાના સંકટે અહીં પણ રાહુલનો પીછો ન છોડ્યો અને આ રીતે તેમનુ નામ શું રાહુલ વિંસી લખાવવામાં આવ્યું હતુ. તેમના પિતા અને દાદીના પિતા જવાહરલાલ નહેરૂ પણ આ જ કોલેજથી ગ્રેજયૂએટ થયા હતા.

ગ્રેજયૂએટ થયા બાદ રાહુલે એક મોનિટર ગ્રુપ નામની એડવાઈઝરી ફોર્મની સાથે લંડનમાં ૩ વર્ષ કામ કર્યુ. આ ગ્રુપની સ્થાપના માઈકલ પોર્ટરે કરી હતી. વર્ષ ૨૦૦૨માં તે મુંબઈના એક ટેકિનકલ બેઝ આઉટ સોર્સિંગ કંપની બૈકોપ્સ સર્વિસેન્સ પ્રાઈવેટ લિમિટેડના નિર્દેશકોમાં એક બની ગયા હતા.

રાહુલ વર્ષ ૨૦૦૪માં રાજનીતિમાં આવ્યા. જયાં તેમના પર નહેરૂ ગાંધી પરિવારના વારસાના રુપમાં કોંગ્રેસ પાર્ટી સંભાળવાના સવાલનો સામનો સતત કરવો પડ્યો. મે ૨૦૦૪ માં તેમણે ઉત્તર પ્રદેશમાં પોતાના પિતાની સંસદીય સીટ અમેઠીથી ચૂંટણી લડ્યા અને લોકસભાના સભ્ય તરીકે રાજનૈતિક જીવનની શરૂઆત કરી.

(3:25 pm IST)