Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

એમેઝોનના માલિકની ગર્લફ્રેન્ડ વ્યવસાયે પત્રકાર છે

લોરેન એમી એવોર્ડ વિજેતા ન્યૂઝ એન્કર છે : લોરેન-જેફ બેઝોસ ૨૦૧૮થી એક બીજાને ડેટ કરી રહ્યા છે, એપ્રિલ ૨૦૧૮માં ડિનરની તસવીરો બહાર આવી હતી

નવી દિલ્હી,તા.૧૯ : Amazonના સ્થાપક અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસ તેમના વ્યવસાય તેમજ વ્યક્તિગત જીવન માટે પણ પ્રખ્યાત છે. વર્ષ ૨૦૧૯ માં તેમણે લગ્નના ૨૫ વર્ષ પછી પત્ની મેકેન્ઝી બેઝોસથી છૂટાછેડા લીધા. નેશનલ એક્ન્વાયરના અહેવાલ મુજબ, જેફ બેઝોસ અને તેમની પત્નીના છૂટાછેડા પાછળનું કારણ  Fox LA TVની પૂર્વ એક્નર લોરેન સંચેઝ હતી. લોરેન હોલીવુડના પ્રતિભા એજન્ટ પેટ્રિક વ્હાઇટસેલની પત્ની રહી ચૂકી છે. લોરેન વેન્ડી સાંચેઝ એમી એવોર્ડ વિજેતા અમેરિકન ન્યૂઝ એક્નર છે. હવે તે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની ગર્લફ્રેન્ડ તરીકે પણ ઓળખાય છે. અહેવાલો અનુસાર, લોરેન અને જેફ બેઝોસ જાન્યુઆરી ૨૦૧૮ થી એક બીજાને ડેટ કરી રહ્યા છે.

 જો કે, ત્યારબાદ બંને લગ્ન જીવન પણ જીવતા હતા. એપ્રિલ ૨૦૧૮માં, આ બંનેની સાથે ડિનરની તસવીરો બહાર આવી હતી. જાન્યુઆરી ૨૦૨૦માં આ દંપતી ભારત આવ્યું હતું. જેફ બેઝોસ તેની ગર્લફ્રેન્ડ લોરેન સંચેઝને ભારતની યાત્રા પર લાવ્યા હતા અને વિશ્વના ૭ અજાયબીઓમાંના એક એવા આગ્રામાં તાજમહેલની મુલાકાત લઈને ફોટો સેશન પણ કર્યુ હતું. જેફે મેકેન્ઝી સ્ટોક સાથે સિએટલમાં તેના ગેરેજમાંથી એમેઝોન શરૂ કરવાના એક વર્ષ પહેલા ૧૯૯૩ માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ ૨૦૧૯માં તેણે જેફ બેઝોસ સાથે છૂટાછેડા લીધા હતા. બેઝોસની પૂર્વ પત્ની મેકેન્ઝી સ્કોટે તેમના છૂટાછેડા પછી વોશિંગ્ટનની હાઇ સ્કૂલના સાયન્સ ટીચર ડેન જ્વેટ સાથે લગ્ન કર્યા. તાજેતરમાં જ ૧૫ જૂને મેકેન્ઝીએ તેમના બ્લોગ દ્વારા જણાવ્યું હતું કે તેણે ૨.૭ અબજ ડોલરનું દાન કર્યું છે. અગાઉ કરાયેલા દાનનો સમાવેશ કરીએ તો તેણીએ અત્યાર સુધી વિવિધ સંસ્થાઓને કુલ ૮.૫ અબજ ડોલરનું દાન આપ્યું છે. જેમાં ગિવ ઈન્ડિયા, ગુંજ, અંતરા ફાઉન્ડેશન સહિત ૨૮૩ સંસ્થાઓ શામેલ છે. તમને જણાવી દઇએ કે ડેન જ્વેટ સાથે લગ્ન કર્યા પછી આ તેનું પહેલું દાન છે.

(7:06 pm IST)