Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ભારતીય ઓટીટીનું બજાર 2030 સુધીમાં 12.5 અબજ ડોલર સુધી પહોંચશે

ઓટીટી માર્કેટમાં વૃદ્ધિ હવે ટાયર બે, ત્રણ અને ચાર શહેરો સહિતની ભારતીય ભાષા બોલતી વસ્તી વધું સંખ્યામાં જોશે.

મુંબઈ :  ભારતીય (ઓવર-ધ-ટોપ) ઓટીટી બજાર 2030 સુધીમાં 12.5 અબજ ડોલરને પાર કરશે જે વર્તમાનમાં 1.5 અબજ ડોલર છે. કન્સલ્ટન્સી ફર્મ આરબીસીએના એક રિપોર્ટ અનુસાર, ઈન્ટરનેટ નેટવર્કને મજબૂત બનાવવા અને ડિજિટલ કનેક્ટિવિટીમાં વૃદ્ધિ સાથે ઓટીટી માર્કેટ વધુ મજબૂત બનશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓટીટી માર્કેટમાં વૃદ્ધિ હવે ટાયર બે, ત્રણ અને ચાર શહેરો સહિતની ભારતીય ભાષા બોલતી વસ્તી વધું સંખ્યામાં જોશે.

"ઓટીટી ઉદ્યોગ ઇન્ટરનેટ, ડિજિટલ કનેક્ટિવિટી અને સ્માર્ટફોન પાછળ આક્રમક વૃદ્ધિ નોંધાવી રહ્યો છે. ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ દૈનિક ધોરણે ગ્રાહકોને વધુ આકર્ષિત કરી રહ્યું છે. ડિઝની પ્લસ હોટસ્ટાર, એમેઝોન પ્રાઇમ વિડિઓ અને નેટફ્લિક્સ સિવાય, આ ક્ષેત્રમાં હવે સ્થાનિક અને પ્રાદેશિક ઓટીટી પ્લેયર્સનો દબદબો દેખાય રહ્યો છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ઓટીટીનું બજાર 2025 માં 4 અબજ ડોલર અને 2030 માં 12.5 અબજ ડોલર સુધી પહોંચી જશે, જે 2021 માં 1.5 અબજ ડોલર હતું.

(12:00 am IST)