Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ : રસ્તાઓ પર પાણી ભરાયા

અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ થયો : જનજીવન ખોરવાયું

નવી દિલ્હી :  દિલ્હી એનસીઆરમાં આજે સવારે થયેલા ભારે વરસાદના કારણે ગરમીથી રાહત મળી છે. ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં રસ્તા પાણીમાં ડૂબી ગયા છે. અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ થયો છે. આ કારણે જનજીવન ખોરવાયું છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આજે દિલ્હીમાં વાદળ છવાયેલા રહેવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની વકી છે.

(11:28 am IST)