Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ઓપેક દેશો ડિસેમ્બરથી ક્રૂડ ઓઇલમાં રોજના ૨૦ લાખ બેરલની સપ્લાય વધારશે

નવી દિલ્હી, તા.૧૯: એકતરફ કોરોના રોગચાળો વિશ્વભરના અર્થતંત્રને વિપરીત અસર કરી રહ્યો છે તેની વચ્ચે અઢી વર્ષની ઊંચાઇએ પહોંચેલી ક્રૂડ ઓઈલની કિંમતને શાંત કરવા OPEC+ દેશોએ નિર્ણય લીધો છે. રવિવારે OPEC+ દેશો પહેલી ઓગસ્ટથી ક્રૂડ ઓઈલના સપ્લાયમાં વધારો કરવા સહમત થયા છે. આ જૂથમાં ઓપેક દેશો અને રશિયા જેવા સહયોગી દેશો વચ્ચે મે ૨૦રરથી નવી ઉત્પાદનની ફાળવણીના મોરચે મહત્ત્વપૂર્ણ સહમતી સધાઇ હતી. નોંધનીય છે કે સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ અમિરાત વચ્ચેના પ્લાનમાં અવરોધક મતભેદને હલ કરવા માટે આ સહમતી સધાઇ છે. અત્રે નોંધનીય છે કે રોગચાળાના કારણે ક્રૂડ ઓઈલની માંગ અને કિંમતમાં તીવ્ર ઘટાડાને પગલે ઓપેક પ્લસ દેશોએ પાછલા વર્ષે ક્રૂડ ઓઈલનું ઉત્પાદન રોજનું વિક્રમી એક કરોડ બેરલ ઘટાડી દીધું હતું. જો કે તબક્કાવાર રોતે ઉત્પાદન વધારવામાં આવ્યું હતું અને તેને કારણે આ ઘટાડો હવે રોજના આશરે ૫૮ લાખ બેરલ રહ્યો છે. સધાયેલી સહમતી અનુસાર ઓગસ્ટથી શરૂ કરીને ડિસેમ્બર ૨૦૨૧ સુધી ઓપેક પ્લસ જૂથ રોજના ક્રૂડ ઓઈલ સપ્લાયમાં વધુ ૨૦ લાખ બેરલનો વધારો કરશે.

આ દરમિયાન ઓપેક પ્લસ જૂથ તેમની સમગ્રતયા સમજૂતીને ર૦રરના અંત સુધી જાળવી રાખવા માટે પણ સહમત થયું હતું. અગાઉ સમગ્રતયા સમજૂતીને એપ્રિલ ૨૦૨૨ સુધી જાળવી રાખવાનો કરાર થયો હતો. જો કે નવા વાઇરસ વેરિઅન્ટના કારણે વૈશ્વિક અર્થતંત્રનો વિકાસ રુંધાયો હોવાના કારણે વ્યૂહરચના માટે વધારે સમય મળી રહે તે માટે આ સમજૂતીને ૨૦રરના અંત સુધી લંબાવવા માટે તમામ દેશો સહમત થયા હતા.

આ બેઠક દરમિયાન રિયાધ અને યુએઇ તત્કાળ ફૂડ ઓઈલના ઉત્પાદનમાં વધારો કરવાની તરફેણમાં હતાં ત્યારે યુએઇએ વધારે ઊંચો પ્રોડકશન કવોટા મેળવ્યા વગર ડિસેમ્બર ર૦રર સુધી હાલની સમજૂતીને લંબાવવાનાસાઉદીના વિચારનો વિરોધ કર્યો હતો. જો કે આ અસહમતીને શાંત કરવા માટે રંઈઝન દેશો મે ૨૦૨રથી કેટલાક સભ્ય દેશો માટે નવી આઉટપુટ કવોટા પર સહમત થયા હતાં, જેમાં યુએઇ, સાઉદી અરેબિયા, રશિયા, કુવૈત અને ઇરાકનો સમાવેશ થાય છે.

(12:57 pm IST)