Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ગાયના છાણ અને મુત્રથી કોવિદ -19 મટાડી શકાય : ભાજપ લીડરના વિધાન વિરુદ્ધ ફેસબુક ઉપર ટીકા કરનાર એક્ટીવિસ્ટની ધરપકડ : તેને એક દિવસ માટે પણ જેલમાં રાખી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ ખફા

ન્યુદિલ્હી : ગાયના છાણ અને મુત્રથી કોવિદ -19 મટાડી શકાય તેવું એક ભાજપ લીડરે વિધાન કરતા મણિપુરના સોશયલ એક્ટિવિસ્ટ એરિન્ડ્રો લેઇકોમ્બમએ તેના વિરુદ્ધ ફેસબુક ઉપર ટીકા કરી હતી. આથી તેની નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

આથી સુપ્રીમ કોર્ટ જસ્ટીસ ડી વાય ચંદ્રચુડ અને એમ.આર.શાહની બેંચે  નારાજગી વ્યક્ત કરી છે. તથા જણાવ્યું છે કે તેને એક દિવસ માટે પણ જેલમાં રાખી શકાય નહીં .તેને આજે જ મુક્ત કરવાનો અમે આદેશ કરીએ છીએ.
જોકે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ બાબત આવતીકાલ ઉપર રાખવા વિનંતી કરી હતી.જે નામદાર કોર્ટે નકારી કાઢતા જણાવ્યું હતું કે તેને આજે જ સાંજના પાંચ વાગ્યા સુધીમાં મુક્ત કરી દેવાનો અમે આદેશ કરીએ છીએ. આ સોશિઅલ એક્ટિવિસ્ટની હિરાસત કલમ 21 મુજબના માનવ અધિકારના ભંગ સમાન છે.
નામદાર કોર્ટે એક્ટિવિસ્ટ યુવાનને 1 હજાર રૂપિયાના વ્યક્તિગત બોન્ડ ઉપર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:35 pm IST)