Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

હોસ્પિટલો પૈસા છાપતા મશીન બની ગયેલ છે : બિલ્ડિંગ બાય-લોઝનું ઉલ્લંઘન કરનાર હોસ્પિટલોને છૂટછાટ આપતા જાહેરનામાને પાછું ખેંચવા ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટ આદેશ : નહી તો સુપ્રીમની આકરી કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહે

બિલ્ડિંગ બાય-લોઝના ઉલ્લંઘનને સુધારવા માટે હોસ્પિટલોને ગુજરાત સરકારે આવતા વર્ષના ૩૦ જૂન સુધીની સમયમર્યાદા આપતા સુપ્રીમે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી

રાજકોટ તા૧૯ : બિલ્ડિંગ બાય-લોઝનું ઉલ્લંઘન કરનાર હોસ્પિટલોને છૂટછાટ આપતા  જાહેરનામાને પાછું ખેંચવા ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે નહીતો સુપ્રીમ આકરી કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહે તેમ જણાવ્યું છે હોસ્પિટલો પૈસા છાપતા મશીન બની ગયેલ છે તેમ જણાવ્યું છે

બિલ્ડિંગ બાય-લોઝના ઉલ્લંઘનને સુધારવા માટે હોસ્પિટલોને ગુજરાત સરકારે આવતા વર્ષના ૩૦ જૂન સુધીની સમયમર્યાદા આપી છે તે અંગે સુપ્રીમે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં હોસ્પિટલમાં લાગેલી આગમાં અનેક દર્દીઓના મોત થયા બાદ સુપ્રીમ કોર્ટે ભારતભરની હોસ્પિટલો દ્વારા ફાયર સેફ્ટી ઓડિટ્સ અને અન્ય ગેરકાયદેસર કામગીરી અંગે તપાસનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે હોસ્પિટલો દર્દીઓની સારવાર માટે ઓછું ધ્યાન આપતી "રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રી" બની ગઈ છે.

હોસ્પિટલો સંકટમાં મુસીબતમાં મુકાયેલા દર્દીઓ માટે સહાયતા પ્રદાન કરવા માટે છે, પરંતુ  વ્યાપકપણે એવું અનુભવાય છે કે દર્દીઓની ખાલ ઉતારી લેનાર અને પૈસા છાપતા મશીનો બની ગયા છે.

જેમણે બિલ્ડિંગ બાય-લોઝનું ઉલ્લંઘન કર્યું છે તેવી હોસ્પિટલોને છૂટછાટ આપતા ૮ જુલાઈના જાહેરનામાને પાછું ખેંચવા ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ આદેશ આપ્યો છે, અન્યથા સુપ્રીમ કોર્ટની આકરી કાર્યવાહીનો સામનો કરવો પડશે તેમ જણાવ્યું છે.

(2:41 pm IST)