Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ધરતી તરફ ધસમસી રહ્યો છે લંડનના બીગ બેન સાઇઝનો એસ્ટરોઇડ : ૮ કી.મી. પ્રતિ સેકન્ડની ઝડપ

નાસા મુજબ ર૦ મીટર પહોળો પથ્થર રપમી એ પૃથ્વી પાસેથી પસાર થશે

ન્યુયોર્ક, તા. ૧૯ :  અમેરિકન અંતરિક્ષ એજન્સી NASAએ એક વિશાળ એસ્ટરોઇડ તોફાની રકતારથી ધરતીની કક્ષામાં આવી રહ્યો છે. આ એસ્ટરોઇડ ર૦ મીટર પહોળો છે અને ૮ કિ.મી. પ્રતિ સેકન્ડની રફતારથી ધરતીની પાસેથી પસાર થશે. આ એસ્ટોરઇડનું નામ 2008 G020 છે. કહેવાય છે કે આગામી રપ મી જુલાઇના રોજ આ વિશાળ એસ્ટરોઇડ ધરતીની કક્ષાની પાસેથી પસાર થશે.

ડેલી સ્ટાર રિપોર્ટના મતે આ એસ્ટરોઇડના ધરતી પાસેથી ટકરાવાની આશંકા ખૂબ જ ઓછી છે. લ્ફૂઁદ્દશ્વક્કએ આ એસ્ટરોઇડ પર બાજ નજર બનાવી રાખી છે. આ આકારમાં લંડનના ખુબ જ ચર્ચિત બિગ બેનના આકાર કરતા બમણો છે. ભારતીય સમયાનુસાર રપ મી જુલાઇના રોજ રાત્રે અંદાજે બે વાગ્યે પસાર થશે. જે કક્ષામાંથી આ એસ્ટરોઇડ પસાર થશે તેને અપોલો કહેવાય છે.

NASAએ આ ખતરનાક એસ્ટરોઇડની શ્રેણીમાં મુકયા છે. NASA હાલ બે હજાર એસ્ટરોઇડ પર નજર રાખી રહ્યું છે જે ધરતી માટે ખતરો બની શકે છે. જો કોઇ તેજ રફતાર સ્પેસ ઓબ્બ્જેકટ ધરીથી ૪૬.પ લાખ માઇલથી અંદાજે આવવાની સંભાવના હોય છે તો તેને સ્પેસ ઓર્ગેનાઇઝેશન્સ ખતરનાક માને છે. NASAની Sentry સિસ્ટમ આવા ખતરા પર પહેલેથી જ નજર રાખે છે. તેમાં આવનારા ૧૦૦ વર્ષ માટે હાલ રર એવા એસ્ટરોઇડસ છે જેને પૃથ્વીથી ટકરાવાની થોડીક પણ આશંકા છે.  એસ્ટરોઇડસ એ પથ્થરા હોય છે જે કોઇપણ ગ્રહની જેમ જ સૂર્યના આટા મારે છે પરંતુ આ આકારમાં ગ્રહોથી થોડાંક નાના હોય છે. આપણી સોલાર સિસ્ટમમાં મોટાભાગે એસ્ટરોઇડસ મંગળ ગ્રહ અને ગુરૂ એટલે કે માર્સ અને જયુપિયરની કક્ષામાં એસ્ટરોઇડ બેલ્ટમાં જોવા મળે છે. આ સિવાય પણ બીજા ગ્રહોની કક્ષમાં ફરતા રહે છે અને ગ્રહની સાથે સૂર્યના આટાં મારે છે. અંદાજે ૪.પ અબજ વર્ષ પહેલા જયારે આપણી સોલાર સિસ્ટમ બી હતી ત્યારે ગેસ અને ધુળના એવા વાદળો જે કોઇ ગ્રહનો આકાર લઇ શકતા નથી. અને પાછળ છુટી ગયા તે જ આ પથ્થરો એટલે કે એસ્ટરોઇડસમાં ફેરવાઇ ગયા. આ જ કારણ છે કે તેનો આકર પણ ગ્રહોની જેમ ગોળ હોતો નથી. કોઇપણ બે એસ્ટરોઇડ એક જેવા હોતા નથી.

(3:32 pm IST)