Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

જાસૂસીના આરોપ ફગાવતી સોફ્ટવેર કંપની એનએસઓ

પેગાસસ પર પત્રકારો-વીઆઈપીની જાસૂસીનો આરોપ : ફોરબિડેન સ્ટોરિસ દ્વારા તૈયાર થયેલા રિપોર્ટના આધારે પ્રસિધ્ધ થયાલે અહેવાલ ખોટી ધારણાઓ પર આધારિત

નવી દિલ્હી, તા.૧૯ : ઈઝરાયેલી ટેક કંપનીના જાસૂસી સોફ્ટવેર પેગાસસ દ્વારા દેશમાં પત્રકારો અને વિશિષ્ટ લોકોની જાસૂસીના મીડિયા રિપોર્ટને ભારત સરકારે ફગાવ્યો છે. ભારત સરકાર બાદ હવે પેગાસસ બનાવનારા એનએસઓ ગ્રુપે પણ પોતાના સોફ્ટવેર દવારા લોકોની નિગરાણી સંબંધિત ફ્રાન્સના ફોરબિડેન સ્ટોરિસ રિપોર્ટને ફગાવ્યો છે. પોતાના વિસ્તૃત જવાબમાં એનએસઓ ગ્રુપે કહ્યું કે  ફોરબિડેન સ્ટોરિસ દ્વારા તૈયાર થયેલા રિપોર્ટના હવાલાથી ભારત સહિત દુનિયાના અનેક મીડિયા હાઉસે જે ખબર પ્રસારિત કરી છે તે ખોટી ધારણાઓ પર અને અપુષ્ટ સિદ્ધાંતો  પર તૈયાર કરાયેલા છે. જે સૂત્રોની વિશ્વસનીયતા પર ઊંડો શક પેદા કરે છે.

સાથે રિપોર્ટ જોઈને એવું લાગે છે કે જાણે અજાણ્યા સૂત્રો દ્વારા અપાયેલા જાણકારીનો કોઈ તથ્યાત્મક આધાર નથી અને રિપોર્ટ વાસ્તવિકતાથી કોસો દૂર જણાય છે. મેલમાં કંપનીના પ્રતિનિધિએ વધુમાં લખ્યું છે કે 'એનએસઓ ગ્રુપ રિપોર્ટમાં રહેલા દરેક દાવાને સંપૂર્ણ રીતે ફગાવે છે. કારણ કે તેનો તો કોઈ તથ્યાત્મક આધાર છે, અને તો તેની પ્રમાણિકતા માટે કોઈ પણ પ્રકારના દસ્તાવેજનો હવાલો અપાયો છે.

એનએસઓ ના પ્રવક્તાએ કહ્યું કે તેમની સંસ્થાન ખોટા રિપોર્ટને બહાર પાડનારા વિરુદ્ધ માનહાનિનો કેસ કરવાનું વિચારી રહ્યું છે. ગ્રુપે પણ સ્પષ્ટ કર્યું કે તે પોતાનું સોફ્ટવેર અપરાધ અને આતંકી ગતિવિધિઓને રોકવા માટે ફક્ત દેશોની સરકારી ગુપ્તચર  કંપનીઓને વેચે છે જેમનો એકમાત્ર ઉદ્દેશ્ય ફક્ત લોકોના જીવ બચાવવાનો હોય છે.

વાત જાણે એમ છે કે ફોરબિડેન સ્ટોરિસ ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તેમની પાસે રહેલા ડાટા એનએસઓ ના સર્વરથી લીક થયો છે. જ્યારે કંપનીના જણાવ્યાં મુજબ એનએસઓ ના સર્વર પર એવો કોઈ ડાટા હતો નહીં. ફોરબિડેન સ્ટોરિસ ના રિપોર્ટને ફગાવવાનું એક મોટું કારણ પણ છે કે જે ન્યૂઝ સોર્સના આધાર પર ફોરબિડેન સ્ટોરિસ નો રિપોર્ટ તૈયાર કરાયો છે તે બધો પહેલેથી ઈન્ટરનેટ પર હાજર છે. કંપનીએ પોતાના જવાબમાં તેને આધાર બનાવતા કહ્યું કે જાસૂસી રિપોર્ટ બનાવવા માટે મીડિયા હાઉસે તે ડાટાને ભ્રામક રીતે રજુ કર્યો.

પ્રકારે રિપોરટ્માં જે એચએલઆર લોકઅપ સર્વિસિસની વાત કરાઈ છે કે તે ક્યારેય પેગાસસ કે એનએસઓ ગ્રુપની કોઈ પણ પ્રોડક્ટની સૂચિમાં હતી નહીં. જ્યારે એચએલઆર લોકઅપ સર્વિસિસની સેવાઓ કોઈ પણ માટે, ક્યારે પણ અને ગમે ત્યારે ખુલ્લી રીતે ઉપલબ્ધ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે કેટલાક દેશોની સરકારો કે ખાનગી કંપનીઓ કરે છે.

એનએસઓ ગ્રુપે કયા દેશોને પોતાનું પેગાસસ સ્પાયવેર વેચ્યું છે અને શું તેમાં ભારત પણ સામેલ છે તે સવાલના જવાબમાં કંપનીના પ્રવક્તાએ કહ્યું કે દેશોની રાષ્ટ્રીય સુરક્ષા અને તેમની સાથે થયેલા કરારના કારણે આવી જાણકારી આપવામાં પૂરેપૂરી સાવધાની વર્તવામાં આવે છે.

(7:48 pm IST)