Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

૯ કલાકમાં માથેરાનમાં સાડા છ ઇંચ, ખંડાલામાં સાડા ચાર ઈચ અને મહાબળેશ્વરમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો

આજે સવારે ૮-૩૦ થી સાંજે ૫-૩૦ સુધીમાં મહારાષ્ટ્રના માથેરાન ખાતે સાડા છ ઇંચ, મહાબળેશ્વરમાં અઢી ઇંચ, ખંડાલામાં સાડા ચાર ઈચ અને મુંબઈ સાંતાક્રુઝમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.

જ્યારે હિમાચલ પ્રદેશના અનુ ખાતે ત્રણ ઇંચ, શાહપુરમાં અઢી ઇંચ, કાંગરામાં અઢી ઇંચ અને પાટનગર ધર્મશાલા ખાતે બે ઇંચ જેવો જોરદાર વરસાદ આજે પડી ગયો છે.

આ ઉપરાંત હરિયાણામાં રેવારી ખાતે સાડા ત્રણ ઇંચ, અંબાલામાં ત્રણ, રોહતકમાં અઢી ઇંચ અને ચંદીગઢમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.

 

(9:37 pm IST)