Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

LAC નજીક ચીન તૈયાર કરી રહ્યું છે નવું એરબેઝ : ભારતની બાજનજર

ચીની સેનાના વિમાન અભિયાન માટે કાશગર અને હોગન વચ્ચે આ નવુ એરબેઝ તૈયાર થાય છે

ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીક એક સૈન્ય એરબેઝ તૈયાર કરી રહ્યું છે, જે ચીનને વધુ મજબુત બનાવી શકે છે, ભારતની સુરક્ષા એજન્સીઓ ચીનનાં આ એરબેઝ પર સુક્ષ્‍મ નજર રાખી રહી છે.

ચીનને ખબર છે કે ભારતીય એર ફોર્સ ચીનનાં ચાઇનીઝ લિબરેશન આર્મી એર ફોર્સ (PLAAF) ની તુલનામાં વધુ તેજ ગતિથી સંઘર્ષ વિસ્તારમાં જવા માટે સક્ષમ છે, એવું મનાય છે કે આ જ કારણે પીએલએને એરબેઝ તૈયાર કરવું પડી રહ્યું છે, ચીનની સેનાનાં વિમાન અભિયાનોને સરળ બનાવવા માટે કાશગર અને હોગન વચ્ચે આ નવુ એરબેઝ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

ભારત પૂર્વ લદ્દાખની સામે ત્રણ પીએલએ એરફોર્સ બેઝ કાશગર, હોતન અને નગારી ગુંસા પર બાજ નજર રાખી રહ્યું છે. ભારતીય એજન્સીઓનાં રડાર પર ચીનનાં અન્ય એરબેઝમાં શિગાત્સે, લ્હાસા ગોંગકર, નીંગચી અને ચામડો પંગટાનો સમાવેશ થાય છે. સરકારના ઉચ્ચ સુતોએ જણાવ્યું કે, 'શિનજિયાંગ અને તિબેટ સ્વાયત સૈન્ય પ્રદેશમાં સ્થિત સાત ચીની સૈન્ય મથકો પર નજર રાખવા માટે ઉપગ્રહો અને સર્વેલન્સના અન્ય પ્રકારોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.'

(9:47 pm IST)