Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

જમ્મુ- કાશ્મીરના 5 જિલ્લામાં 8 સ્થળોએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી ત્રાટકી : ડ્રોન સબંધી કાર્યવાહી

નવી દિલ્હી :નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ જમ્મુ-કાશ્મીરમાં 8 અલગ-અલગ સ્થળો પર દરોડા પાડ્યા છે. 5 જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા છે.વાસ્તવમાં, જે રીતે આંતરરાષ્ટ્રીય બોર્ડર પર પાકિસ્તાની ડ્રોન દ્વારા હથિયારો સપ્લાય કરવામાં આવ્યા હતા, NIA 5 જિલ્લામાં 8 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા છે. જમ્મુ, શ્રીનગર, કઠુઆ, સાંબા અને ડોડા જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા છે. ઈન્ટરસેપ્ટર ડ્રોન દ્વારા આતંકવાદી સંગઠન લશ્કર--તૈયબાના યુનિટ રજિસ્ટર્ડ ફ્રન્ટ દ્વારા ઈન્ટરનેશનલ બોર્ડર પર ઈન્ટરસેપ્ટર ડ્રોન, હથિયારો, દારૂગોળો મોકલવામાં આવ્યો હતો, સંબંધમાં NIA સક્રિય થઈ ગઈ છે.

આતંકવાદી હાર્ડવેર ડ્રોન દ્વારા ભારતીય ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સાંબા સેક્ટરમાં મળ્યા હતા. હથિયારોના કન્સાઈનમેન્ટ TRF આતંકવાદીઓ દ્વારા કાશ્મીરમાં પૂરા પાડવામાં આવતા હતા અને લઘુમતીઓને નિશાન બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતા હતા. લોકો હથિયારોનો ઉપયોગ કરીને લઘુમતીઓ, પ્રવાસીઓ, સુરક્ષા કર્મચારીઓને નિશાન બનાવી રહ્યા છે

(3:44 pm IST)