Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

અમેરિકાના ન્યૂયોર્કમાં ક્વીન્સ કાઉન્ટીના એક હિન્દુ મંદિરની બહાર સ્થાપિત કરવામાં આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમા સાથે તોફાની તત્વોએ તોડફોડ કરી*

પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે છ લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. છેલ્લા બે અઠવાડિયામાં મૂર્તિ સાથે તોડફોડની આ બીજી ઘટના છે. ન્યૂયોર્કના મેનહટ્ટનની નજીક યુનિયન સ્ક્વેરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આ પ્રતિમા લગાવવામાં આવી હતી.

આજે વહેલી સવારે કેટલાક અજાણ શખ્સોએ ગાંધીજીની કાંસાની પ્રતિમા સાથે તોડફોડ કરી હતી. અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયે આ ઘટનાથી ખૂબ જ આઘાત અનુભવી સરકાર પાસે સખત કાર્યવાહીની માગણી કરી છે.

અમેરિકાના વિદેશ વિભાગ સાથે પણ આ બાબત ઉઠાવવામાં આવી છે અને માગણી કરવામાં આવી છે કે જે કોઈ દોશીત હોય તેના વિરુદ્ધ ઝડપભેર સખત પગલા લઈ  સજા દેવડાવવામાં આવે. બે ઓક્ટોબર ૧૯૮૬માં આ પ્રતિમા બનાવવામાં આવી હતી. ગાંધી મેમોરિયલ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશને આ મૂર્તિ દાનમાં આપી હતી. ગાંધીજીની ૧૧૭મી જન્મ જયંતી નિમિત્તે આ મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ.

(4:06 pm IST)