Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

અફઘાનીસ્થાનના તાલીબાની કટ્ટરવાદીઓ હવે સરહદની પેલે પાર પાકિસ્તાનમાં પણ શાખ જમાવવા પેરવી કરી રહ્યો છે

પાકિસ્તાનમાં શરિયતનો કાયદો લાગુ કરવા અને તાલિબાનની જેમ સરકારની રચનાની માંગ થઇ રહી છે

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનને એક મહિનો પૂરો થઈ ચૂક્યો છે. તાલિબાની કટ્ટરવાદ હવે સરહદ પાર કરી પાકિસ્તાનમાં શાખ જમાવી રહ્યો છે. રાજકીય પક્ષોથી પાકિસ્તાની પ્રજાનો મોહભંગ થઇ રહ્યો છે. પાકિસ્તાનમાં શરિયતનો કાયદો લાગુ કરવા અને તાલિબાનની જેમ સરકારની રચના કરવાની માગ થવા લાગી છે.

પાકિસ્તાનમાં અમુક લોકો અફઘાનમાં તાલિબાની શાસનને આધ્યાત્મિક વરદાન પણ સાબિત કરવાના પ્રયાસમાં લાગી ગયા છે. પાકિસ્તાનમાં રાજકીય ઈસ્લામ તથા કટ્ટરવાદી વહાબી ઈસ્લામ વધુ પ્રસરી રહ્યાં છે. અફઘાનની તાલિબાન સરકારને પાકિસ્તાનના સૈન્યનું સમર્થન છે. એવામાં નિષ્ણાતો કહે છે કે પાકિસ્તાનમાં તાલિબાન તરફ પ્રજાનું આકર્ષક સ્વાભાવિક દેખાય છે.

વળતો પ્રહાર પણ સાબિત થઇ શકે છે આ દાવ : પાકિસ્તાની સરકાર અને સૈન્ય ભલે તાલિબાનની સરકારની રચના માટે ઊહાપોહ કરી રહી હોય પણ આ દાંવ વળતો પ્રહાર સાબિત થઈ શકે છે. નિષ્ણાત અલમ મહેસૂદનું કહેવું છે કે તહેરીક--તાલિબાન જેવા પ્રતિબંધિત સંગઠન તેનો દાયરો વધારી શકે છે. સામાન્ય નાગરિકો પણ તહેરીકના હુમલા વધી શકે છે.

ઈમરાનની તાલિબાન પરસ્તી : પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન પોતે પણ કટ્ટરપંથના સમર્થનમાં છે. તેમણે મહિલાઓના વસ્ત્રોએ અંગે વાહિયાત નિવેદન આપ્યું હતું.તેમના નિવેદનની આકરી ટીકા પણ થઈ હતી. પાક.માનવાધિકાર આયોગના ઉપાધ્યક્ષ અસદ બટે કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે સરકાર પાક.ના તાલિબાનીકરણને સમર્થન આપી રહી છે.

અફઘાનમાં તાલિબાનની પહેલી ઈનિંગ 1996થી 2001 સુધી ચાલી. દરમિયાન પાક.માં જેહાદી સંગઠનો અને ઈસ્લામિક કટ્ટરપંથીઓને વેગ મળ્યો. આ સંગઠનોએ પાક.માં શિયા અને અન્ય લઘુમતીઓને નિશાને લીધા. 1999માં જનરલ પરવેઝ મુશર્રફે નવાઝ શરીફ સરકારનો સત્તાપલટો કરી સત્તા પર કબજો જમાવ્યો. પાકિસ્તાનમાં માર્શલ લૉ લાગુ કરી દીધો.

પાક.માં રાજકીય બાબતોના જાણકાર અહેસાસ રઝા કહે છે કે તાલિબાનને રાજકીય મદદ અને સુન્ની સંગઠનોના સમર્થનથી સુમદાયો વચ્ચે તણાવ વધશે. તાલિબાનને રાજકીય નેતૃત્વકાર માનનારા કટ્ટરપંથી સંગઠન ઈસ્લામિક શાસનથી ઘણાં ઉત્સાહિત છે. 90ના દાયકામાં શરીફ સરકાર દરમિયાન પણ શરિયતના કાયદાનો દાયરો વધારવા માટે અનેક સ્તરે આંદોલન થયા હતા.

(1:41 pm IST)