Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્‍ટીસ વી રમના ભારતની ન્‍યાય વ્‍યવસ્‍થામાં ઇચ્‍છે છે પરીવર્તન

હાલની ન્‍યાય વ્‍યવસ્‍થાને અંગ્રેજોના સમયની ગણાવી ફેરફારની હિમાયત કરી

નવી દિલ્હી : દેશની ન્યાય વ્યવસ્થાને લઈને સીજેઆઈ એન વી રમનાએ મોટુ નિવેદન આપ્યુ છે. ન્યાય વ્યવસ્થામાં ન્યાય મળવામાં મોડુ થતા સતત પ્રશ્ન ઉઠતા રહ્યા છે, પરંતુ હવે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન.વી. રમણાએ આપણી ન્યાય વ્યવસ્થામાં અન્ય ખામી તરફ ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે. તેમના અનુસાર અમારી ન્યાય વ્યવસ્થા અંગ્રેજોના સમયની છે અને આનું ભારતીયકરણ કરવાની જરૂર છે.

સામાન્ય લોકોની આ મુશ્કેલીને સમજતા ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા જસ્ટિસ એનવી રમનાએ અમારી ન્યાય વ્યવસ્થાનુ ભારતીયકરણ કરવા પર જોર આપ્યુ છે. બેંગલુરૂમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યુ કે દેશમાં હજુ પણ ગુલામીના સમયની ન્યાય વ્યવસ્થા છે અને આ આપણા લોકો માટે યોગ્ય નથી.

જસ્ટિસ એનવી રમનાએ કહ્યુ, અમારી ન્યાય વ્યવસ્થામાં સામાન્ય લોકોને ન્યાય મેળવવામાં ઘણી અડચણો આવે છે. આપણી કોર્ટોની કાર્યપ્રણાલી ભારતની જટિલતાની સાથે મેળ ખાતી નથી. વર્તમાન વ્યવસ્થા વસાહતી સમયગાળાની છે અને આ આપણા લોકો માટે યોગ્ય નથી. આપણી ન્યાય વ્યવસ્થા માટે ભારતીયકરણ કરવાની જરૂર છે. જરૂર છે કે આપણે સમાજની વાસ્તવિકતાનો સ્વીકાર કરીએ અને ન્યાય વ્યવસ્થાને સ્થાનિક જરૂરિયાતોના હિસાબથી ઢાળીએ.

ગામના લોકો કોર્ટની દલીલો સમજી શકતા નથી

સીજેઆઈ રમનાએ પોતાની ચર્ચામાં ગામના એક પરિવારનો ઉલ્લેખ કરતા કહ્યુ કે ગ્રામીણ વિસ્તારના લોકો અંગ્રેજીમાં થનારી કાયદાકીય કાર્યવાહીને સમજી શકતા નથી, એવામાં તેમને વધારે રૂપિયા ખર્ચ કરવા પડે છે. તેમણે કહ્યુ જો ગામનો કોઈ પરિવાર પોતાનો વિવાદ ઉકેલવા કોર્ટમાં આવે તો ત્યાં સંકલન કરવામાં અસમર્થ હોય છે. મોટાભાગની દલીલો અંગ્રેજીમાં હોવાથી તેઓ સમજી શકતા નથી. કોર્ટની કાર્યવાહી એટલી જટિલ હોય છે કે ક્યારેક-ક્યારેક લોકો ખોટા અર્થ સમજી લે છે, તેમને કોર્ટની કાર્યવાહી સમજવા માટે વધારે રૂપિયા ખર્ચ કરવા પડે છે.

જસ્ટિસ રમનાએ કોર્ટની કાર્યવાહીને પારદર્શક અને જવાબદાર બનાવવા પર ભાર મૂક્યો અને કહ્યું કે આ માટે જજ અને વકીલે સાથે મળીને એવુ વાતાવરણ તૈયાર કરવુ જોઈએ જે સામાન્ય લોકો માટે અનુકૂળ હોય.

(4:10 pm IST)