Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

એક-બે નહી ચાર અવકાશયાત્રીએ યાત્રા કરી પરત ફરી ઇતિહાસ રચ્‍યો

Space X એ નવા કિર્તીમાન સ્‍થાપ્‍યા

સ્પેસએક્સનું ઇન્સ્પિરેશન-4 મિશન હવે સત્તાવાર રીતે સફળ થઇ ગયું છે. ત્રણ દિવસ સુધી પૃથ્વીની પરિક્રમા કરવા માટે ચાર લોકો સાથે 'સ્પેસએક્સ'ની પ્રથમ ખાનગી ફ્લાઇટ પૃથ્વી પર પરત આવી ગઇ છે. આ ગુરુવારે, ખાનગી અવકાશ યાત્રા પર ગયેલા ચાર અવકાશયાત્રીઓ ત્રણ દિવસ સુધી ગ્રહની પરિક્રમા કર્યા બાદ શનિવારે રાત્રે (રવિવારે સવારે ભારતીય સમયાનુસાર) પૃથ્વી પર સુરક્ષિત રીતે પરત ફર્યા છે. આ પ્રથમ વખત છે જ્યારે અવકાશયાનમાં સવાર લોકોમાંથી કોઈ પણ વ્યાવસાયિક અવકાશયાત્રી ન હોતા.

આપને જણાવી દઇએ કે, સ્પેસએક્સ એ આ મિશનને 'Inspiration 4' નામ આપ્યું હતુ. આ મિશન હેઠળ, 16 સપ્ટેમ્બરનાં રોજ, ચાર મુસાફરો ડ્રેગન કેપ્સ્યુલમાં બેસીને અવકાશ માટે રવાના થયા હતા. અવકાશની યાત્રા કરનાર આ ચાર અવકાશયાત્રીઓ વ્યાવસાયિક અવકાશયાત્રીઓ ન હોતા, પરંતુ સામાન્ય લોકો હતા. આ પ્રથમ વખત હતું જ્યારે સંપૂર્ણપણે બિન-વ્યાવસાયિક અવકાશયાત્રીઓનો ક્રૂ અવકાશમાં ગયો હોય. Inspiration 4 નો ક્રૂ ફ્લોરિડાથી રવાના થયો હતો અને ત્રણ દિવસ પછી સ્થાનિક સમય મુજબ સવારે 7 વાગ્યે ફ્લોરિડામાં એટલાન્ટિક સમુદ્રમાં ઉતર્યો હતો. મુસાફરોને લેવા માટે સ્પેસએક્સ બોટ નીચે ઉભી જ હતી. લગભગ એક કલાક પછી, ચાર મુસાફરો હસતા-હસતા કેપ્સ્યુલમાંથી બહાર આવ્યા. આ પછી, બધાની તબીબી તપાસ કરવામાં આવી અને પછી તેમને મોકલવામાં આવ્યા. દાવો કરવામાં આવ્યો છે કે ચારેય મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે.

અવકાશથી જેવુ કેપ્સુલ પૃથ્વીમાં આવ્યુ, તેવુ જ તેનુ બહારનું તાપમાન 1,927 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારી દીધુ. જો કે, કેપ્સ્યુલની અંદર વેન્ટિલેશન સિસ્ટમ હતી, જે ઠંડક જાળવી રાખે છે. એટલાન્ટિક સમુદ્રમાં ઉતરતા પહેલા, કેપ્સુનની ઝડપ નોંધપાત્ર રીતે ધીમી પડી હતી અને પછી તેની ઝડપ 24.14 કિમી પ્રતિ કલાક કરવામાં આવી હતી. આ આખી સફરનો ખર્ચ જેરેડ ઇસાકમેને ઉઠાવ્યો હતો. આઇઝેકમેન ઇ-કોમર્સ કંપની શિફ્ટ 4 પેમેન્ટ્સનાં સીઇઓ છે. આ સફર પર કેટલો ખર્ચ થયો તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. પરંતુ ટાઇમ મેગેઝિનનાં અહેવાલ મુજબ, આઇઝેકમેને આ માટે એલોન મસ્કને $ 200 મિલિયન ચૂકવ્યા છે. જણાવી દઇએ કે ,આ મુસાફરોએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) થી 160 કિમીની ઉંચાઇએ ત્રણ દિવસ અવકાશમાં વિતાવ્યા હતા. આ અવકાશયાત્રીઓમાં જેરેડ ઇસાકમેન (38), સીન પ્રોક્ટર (51), હીલી એક્રેનોક્સ (29) અને ક્રિસ સેમ્બ્રોવ્સ્કી (42) નો સમાવેશ થાય છે.

(4:11 pm IST)