Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

દીકરીઓ કાયમ દીકરીઓ હોય છે, દીકરાઓ લગ્ન કરે ત્યાં સુધી દીકરા હોય છે ': બોમ્બે હાઈકોર્ટે સિનિયર સિટિઝન્સ એક્ટ હેઠળ દીકરાને એક મહિનામાં ફ્લેટ ખાલી કરી માતાપિતાને સોંપી દેવાનો હુકમ કર્યો

મુંબઈ : મુંબઈ સ્થિત માતાપિતા (90 વર્ષના પિતા અને 89 વર્ષની માતા)ને તેમના પુત્ર દ્વારા થતી સતામણી સામે તેમણે મેન્ટેનન્સ ટ્રિબ્યુનલનો સંપર્ક કર્યો હતો. ટ્રિબ્યુનલે પુત્ર અને પરિવારને તે ફ્લેટ ખાલી કરવાનો આદેશ આપ્યો હતો જેમાં તેના વૃદ્ધ માતા -પિતા રહેતા હતા.

ટ્રિબ્યુનલના આદેશને પડકારતા પુત્ર અને તેના પરિવારે હાઇકોર્ટ સમક્ષ રિટ અરજી કરી હતી.

જેના અનુસંધાને નામદાર કોર્ટે કહ્યું હતું કે વરિષ્ઠ નાગરિકો માટેનો કાયદો વૃદ્ધ માતાપિતાના સતામણીથી મુક્ત "સામાન્ય જીવન" મેળવવાના અધિકારનું રક્ષણ કરે છે.

સિનિયર સિટિઝન્સ એક્ટ આદેશ આપે છે કે બાળકો અથવા સંબંધીઓ વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને પૂરી કરવા માટે બંધાયેલા છે જેથી તેઓ કોઈ પણ સતામણીથી મુક્ત જીવન જીવી શકે, બોમ્બે હાઈકોર્ટે પિતાના ફ્લેટમાં રહેતા દીકરાને પરિવાર સહીત એક મહિનામાં ફ્લેટ ખાલી કરી માતાપિતાને સોંપી દેવાનો હુકમ કર્યો હતો.સાથોસાથ ટિપ્પણી કરી હતી કે દીકરીઓ કાયમ દીકરીઓ હોય છે, દીકરાઓ લગ્ન કરે ત્યાં સુધી દીકરા હોય છે

કોર્ટે અવલોકન કર્યું હતું કે પેરેન્ટ્સની ઇચ્છા વિરુદ્ધ તેના 90 વર્ષના પિતાની મિલકત (જે તેણે તેની પુત્રીને ભેટમાં આપી છે) પર રહેતો માણસ અને તેનો પરિવાર સતામણી કરે છે અને માતાપિતાના 'સામાન્ય જીવન' ના અધિકારને હટાવે  છે. તદનુસાર, તેણે મેઈન્ટેનન્સ સામે પુત્રની અપીલ ફગાવી દીધી હતી.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(6:22 pm IST)