Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

ગુનેગારીનો ફાયદો મેળવનાર મહિલા કે માતા માટે કોઈ સહાનુભૂતિ નથી : સીબીઆઈ કોર્ટે યસ બેંકના સ્થાપક રાણા કપૂરની પત્ની અને પુત્રીઓના જામીન ફગાવ્યા : તેઓ મહિલાઓ છે અને તેથી પુરાવા સાથે છેડછાડ કરશે નહીં તેવી દલીલ નામંજૂર કરી : 23 સપ્ટેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો

મુંબઈ : સીબીઆઈની વિશેષ કોર્ટે શનિવારે યસ બેંકના સ્થાપક રાણા કપૂરની પત્ની બિંદુ કપૂર અને તેમની બે પુત્રીઓ - રાધા અને રોશની કપૂરના જામીન ફગાવી દીધા છે. તેઓ ઉપર યસ બેંક માંથી DHFL ને 4000 કરોડ રૂપિયાનું ધિરાણ અપાવી ફાયદો મેળવવાના આરોપમાં પ્રાથમિક દ્રષ્ટિએ શામેલ હોવાનું જણાતા જામીન નામંજૂર કર્યા હતા.તથા જણાવ્યું હતું કે ગુનેગારીનો ફાયદો મેળવનાર મહિલા કે માતા માટે કોઈ સહાનુભૂતિ નથી.તથા તેઓ મહિલાઓ છે અને તેથી પુરાવા સાથે છેડછાડ કરશે નહીં તેવી બચાવ પક્ષની દલીલ નામંજૂર કરી હતી.

કોર્ટે તેમને 23 સપ્ટેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

વિશેષ ન્યાયાધીશ એસ.યુ. વાડગોનકરે જોયું કે પ્રથમ દ્રષ્ટિએ તેઓ એક ગંભીર આર્થિક ગુનામાં સંડોવાયેલા છે જેના કારણે ગરીબ બેંક થાપણદારો સહિત મોટાભાગના  લોકોને રૂ .4000 કરોડના નાણાંનું નુકસાન થયું છે.

કોર્ટે તેમની દલીલોને ફગાવી દીધી કે ભવિષ્યમાં ટ્રાયલ પૂર્ણ થશે નહીં, તેઓ મહિલાઓ છે અને તેઓ પુરાવા સાથે છેડછાડ કરશે નહીં. તપાસ દરમિયાન ધરપકડ કરવામાં આવી ન હતી અને ચાર્જશીટ પહેલેથી જ દાખલ કરવામાં આવી હોવાના દલીલો પણ ફગાવી દેવામાં આવી હતી.

સીબીઆઈના જણાવ્યા અનુસાર, 2018-2019 દરમિયાન, કપૂરે દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના પ્રમોટરો કપિલ અને ધીરજ વાધવાન સાથે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. જેના બદલામાં કંપનીએ કપૂર અને તેના પરિવારને "નોંધપાત્ર અયોગ્ય લાભ" આપ્યો  હોવાનો આરોપ છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(7:09 pm IST)