Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

મિત્ર સાથે મળીને માલિકે પોતાની જ BMW ચોરી

ઝડપાયેલા ચોરે ખુલાસો કર્યો : રવિએ કહ્યું કે કારના માલિક પર મોટું દેવું છે, તેને ઉતારવા માટે, તેણે તેની સાથે કાર ચોરી કરવાનું કાવતરું ઘડ્યું હતું

ગુરુગ્રામ,તા.૧૯ : લોન ભરવા કરવા માટે એક યુવકે તેના મિત્ર સાથે મળીને પોતાની જ BMWકાર ચોરવાનું કાવતરું ઘડ્યું. ધોળા દિવસે રેવાડીના આંબેડકર ચોકમાંથી ગુમ થયેલી કારને કબજે કરવા માટે પોલીસને ઘણો પરસેવો પાડવો પડ્યો હતો. પીછો કરતી પોલીસે ગુડગાંવના ખલીલપુરમાંથી કાર રિકવર પણ કરી હતી, પરંતુ જ્યારે કાર મેળવ્યા બાદ પકડાયેલા ચોર જે ખુલાસો કર્યો તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે, તે ચોર નહોતો પણ કારના માલિકનો સાથી રવિ હતો.

            તેણે કહ્યું કે લોન ચૂકવવા માટે તેને વીમા દાવાનો આશરો લેવો પડ્યો હતો, તેથી તેણે કાર ચોરીની ખોટી ફરિયાદ દાખલ કરાવી હતી. રવિએ કહ્યું કે કારના માલિક દેવેન્દ્ર પર મોટું દેવું છે. તેને ઉતારવા માટે, તેણે તેની સાથે કાર ચોરી કરવાનું કાવતરું ઘડ્યું હતું. સમગ્ર ઘટનાને અંજામ આપવા માટે કારના માલિક દેવેન્દ્રએ તેના મિત્ર રવિને બીજી ચાવી આપીને રેવાડીના આંબેડકર ચોકમાંથી કાર લઈ જવા માટે કહ્યું હતું. ત્યારબાદ તે ગાડીને ખલીલપુર લઈ ગયો હતો. ત્યારબાદ કાર માલિકે પોલીસને કાર ચોરી થઈ હોવાની ફરિયાદ દાખલ કરી હતી. સમગ્ર મામલે પોલીસે કાર માલિકના નૈનવાલ ગામના રહેવાસી દેવેન્દ્રની પણ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(7:37 pm IST)