Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

ભાજપ મત લેવા માટે તાલિબાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાનનો ઉપયોગ કરે છે: મહબૂબા મુફ્તી

ભાજપનું સાત વર્ષનું શાસન દેશના લોકો માટે દુખ લાવ્યું અને જમ્મૂ કશ્મીરને બર્બાદ કરી દીધુ

શ્રીનગર : પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી(પીડીપી)ના અધ્યક્ષ મહબૂબા મુફ્તીએ ભાજપ પર તાલિબાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના મુદ્દા પર મત હાંસિલ કરવા માટે રાજનીતિ કરવાનો આરોપ લગાવતા રવિવારે કહ્યું કે, ભાજપનું સાત વર્ષનું શાસન દેશના લોકો માટે દુખ લાવ્યું છે અને તેણે જમ્મૂ કશ્મીરને બર્બાદ કરી દીધુ છે.

મુફ્તીએ દાવો કર્યો છે કે, ભારતીય જનતા પાર્ટી(ભાજપ) ના કાર્યકાળમાં હિન્દુ નહીં પરંતું લોકતંત્ર અને ભારત ખતરામાં છે. તેમણે કહ્યું કે, ભાજપ, કોંગ્રેસના છેલ્લા 70 વર્ષના બધા સારા કામને બર્બાદ કરવામાં પડી છે અને તેણે રાષ્ટ્રીય સંસાધનને વેચવાનું શરૂ કરી દીધુ છે. કેન્દ્રમાં સત્તારૂઢ દળે વિપક્ષી દળોના ધારાસભ્યને ખરીદવા અથવા ડરાવવા માટે પોતાનો ખજાનો ભરવાના કારણે આવશ્યક વસ્તુઓની કિંમત વધારવાનું શરૂ કરી દીધુ છે.

પૂર્વ મુખ્યપ્રધાને તેમના ટીકાકારોને આડે હાથ લીધા અને કહ્યું કે, તાલિબાનનો ઉલ્લેખ કરવાથી કોઇને રાષ્ટ્ર વિરોધી કરાર આપવામાં આવે છે અને ચર્ચાઓ શરૂ થઇ જાય છે જ્યારે ખેડૂતોના આંદોલન, મોંઘવારી અને સાર્વજનિક મહત્વના અન્ય મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ. પીડીપીના યુવા પાંખ દ્વારા આયોજિત રેલીને સંબોધિત કરતા મુફ્તીએ કહ્યું કે, જમ્મૂ-કશ્મીર સંકટમાં છે અને દેશની પણ આ જ સ્થિતિ છે. તેઓ કહે છે કે, હિન્દુ ખતરામાં છે પરંતું તેઓ ખતરામાં નથી. જો કે તેમના લીધે (ભાજપના) ભારત અને લોકતંત્ર ખતરામાં છે.

(9:54 pm IST)