Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

કેપ્ટન દ્વારા નવજોતસિંહ સિદ્ધૂ સામેના આરોપ પર આખરે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ચૂપ કેમ ?

ગાંધી પરિવારે આગળ આવીને કેપ્ટનને જવાબ આપવો જોઈએ. અને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ: પૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર

નવી દિલ્હી :પૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર સિંહ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેપ્ટન દ્વારા નવજોત સિંહ સિદ્ધૂ પર લગાવવામાં આવેલા આરોપો ખૂબ જ ગંભીર અને આઘાતજનક છે. સિદ્ધુ સામેના આરોપ પર આખરે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ચૂપ કેમ છે? ગાંધી પરિવારે આગળ આવીને કેપ્ટનને જવાબ આપવો જોઈએ. અને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ.

કેપ્ટન અમરિંદરના રાજીનામા બાદ ભાજપ કોંગ્રેસ પાર્ટીને નિશાન બનાવતી જોવા મળી રહી છે. કોંગ્રેસ પર કટાક્ષ કરતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે અમરિંદર સિંહ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કરતા વધુ લોકપ્રિય બન્યા હતા, તેથી જ તેમને હટાવવામાં આવ્યા હતા.

કોંગ્રેસે તાજેતરમાં નવજોત સિંહ સિદ્ધુને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ કેપ્ટન અને સિદ્ધુ વચ્ચે રાજકીય યુદ્ધ ફાટી નીકળ્યું, ત્યારબાદ કેપ્ટને મુખ્યમંત્રીપદ પરથી રાજીનામું આપી દીધું. આ સાથે તેમણે સિદ્ધુ પર ઘણા ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. મુખ્યમંત્રીપદેથી કેપ્ટનને હટાવ્યા બાદ મુખ્યમંત્રીપદ માટે પંજાબમાં ઘણા ચહેરાઓ આગળ આવ્યા છે.

(10:53 pm IST)