Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2021 ના બીજા ચરણની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ પર 20 રનની જીત સાથે કરી : એમ.એસ. ધોનીની ટિમ ફરી પોઇન્ટ ટેબલમાં ટોચ પર આવી

ઋતુરાજ ગાયકવાડે શાનદાર ઈનિંગ રમતા અણનમ 88 રન ફટકાર્યા :ડ્વેન બ્રાવોએ પણ માત્ર 8 બોલમાં 23 રન ઝૂડ્યા

ચેન્નઈની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 156 રન બનાવ્યા હતા. મુંબઈને જીત માટે 157 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. મુંબઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 136 રન બનાવી શકી હતી. મુંબઈ તરફથી સૌરભ તિવારીએ અણનમ 50 રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી બ્રાવોએ 3 વિકેટ ઝડપી હતી. 

ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 20 ઓવરમાં  જીત માટે  157 રનનો લક્ષ્યાંક આપ્યો હતો   ઋતુરાજ ગાયકવાડે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી શાનદાર ઈનિંગ રમતા અણનમ 88 રન ફટકાર્યા હતા. ડ્વેન બ્રાવોએ પણ માત્ર 8 બોલમાં 23 રન બનાવી ટીમના સ્કોરને 150 રનને પાર પહોંચાડવા મદદ કરી હતી.

(11:39 pm IST)