Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

સેનાઍ લીધો મેજર, કર્નલ અને ડીઍસપીની શહાદતનો બદલો : આતંકી ઉજ્જૈર ખાન ઠાર મરાયો

આતંકીને મારનારને ૧૦ લાખનું ઈનામ આપવાનું જાહેર કરાયુ’તુ

નવી દિલ્હી :  સાત દિવસના ઍકધાર્યાં ઍન્કાઉન્ટર બાદ આખરે ઈન્ડીયન આર્મીને મોટી સફળતા મળી છે અને મેજર, કર્નલ અને ડીઍસપીની શહાદતનો બદલો લઈ લીધો છે. સુરક્ષા દળોઍ અનંતનાગના કોકરનાગની પહાડીઓ પરની ગુફામાં છુપાયેલા લશ્કરના ખૂંખાર આતંકી ઉજ્જૈર ખાનને ઠાર માર્યો છે, તેની સાથે બીજો પણ ઍક આતંકી માર્યો છે, આ બન્નેની લાશ મળી છે.
કાશ્મીરના ઍડીજીપી વિજય કુમારે મંગળવારે કહ્નાં કે અનંતનાગ જિલ્લાના ગરોલ જંગલોમાં ઍક અઠવાડિયાથી ચાલી રહેલું સંયુક્ત આતંકવાદ વિરોધી અભિયાન સમા થઈ ગયું છે પરંતુ સર્ચ ઓપરેશન ચાલુ રહેશે. તેઓઍ જણાવ્યું હતું કે, સોમવારે મળી આવેલા મૃતદેહની ઓળખ લશ્કર-ઍ-તૈયબાના કમાન્ડર ઉજ્જેર ખાનના રૂપમાં થઈ છે. તેમણે જણાવ્યું હતું કે અન્ય ઍક આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો છે. આતંકી ઉજ્જેર ખાન પર ૧૦ લાખ રૂપિયાનું ઈનામ હતું.  
ઉજ્જેર ખાન આતંકીઓના ઍ ગ્રુપમાં સામેલ હતા જેમણે ૧૨ સપ્ટેમ્બરે ગડોલમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ પર ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાના બે વરિષ્ઠ અધિકારી અને જમ્મુ-કાશ્મીર પોલીસના ઍક અધિકારી શહીદ થયા હતા. ઉઝૈર ખાન ઍક ઉચ્ચ પ્રશિક્ષિત આતંકવાદી હોવાનું કહેવાય છે. વળી, તે અનંતનાગના -દેશને સારી રીતે જાણતો હતો. આ જ કારણ છે કે ઘણા દિવસોથી સુરક્ષા દળોના હીટ લિસ્ટમાં હતો અને આખરે તેને ઠાર મારી દેવાયો.
સુરક્ષા દળોને કોકરનાગના જંગલમાંથી બે આતંકીઓની લાશ મળી છે. મૃતકમાંથી ઍકની ઓળખ સૈનિક પ્રદીપ તરીકે થઈ છે, જે બુધવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં માર્યો ગયો હતો, જ્યારે અન્ય મૃતકની ઓળખ મળી રહી છે. ભટ ઉપરાંત ગત બુધવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં ૧૯ રાષ્ટ્રીય રાઇફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ અને મેજર આશિષ ધોચક માર્યા ગયા હતા.
૧૩ સપ્ટેમ્બરે જમ્મુ કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં આતંકીઓ સાથેના ઍન્કાઉન્ટરમાં ઈન્ડીય આર્મીના કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોનક અને ડીઍસપી હુમાયુ ભટ આતંકવાદીઓ સામે લડતા શહીદ થયા છે. ત્રણ અધિકારીઓની શહાદત બાદ સુરક્ષા દળોઍ આતંકીઓના ખાતમા માટે ઓપરેશન શરું કર્યું હતું અને આખરે ગુફામાં છુપાયેલા તમામ આતંકીઓને ઠેકાણે પાડી દેવાયા છે.

(6:17 pm IST)