Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

મજબૂત- આત્મનિર્ભર ભારતનું નિર્માણ મહિલા શક્તિના સમર્થન અને તાકાત વિના શક્ય નથી: અમિતભાઇ શાહ

દેશની મહિલા શક્તિને અધિકાર આપવાનો મોદી સરકારનો આ નિર્ણય આવનારા સમયમાં વિકસિત અને સમૃદ્ધ ભારતના નિર્માણનો મુખ્ય આધારસ્તંભ બનશે

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે ટ્વીટ કર્યું, ‘નીતિ હોય કે નેતૃત્વ, ભારતની મહિલા શક્તિએ સાબિત કર્યું છે કે તેઓ કોઈપણ ક્ષેત્રમાં કોઈથી ઓછી નથી. મોદી સરકાર માને છે કે મજબૂત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ મહિલા શક્તિના સમર્થન અને તાકાત વિના શક્ય નથી. દેશની મહિલા શક્તિને અધિકાર આપવાનો મોદી સરકારનો આ નિર્ણય આવનારા સમયમાં વિકસિત અને સમૃદ્ધ ભારતના નિર્માણનો મુખ્ય આધારસ્તંભ બનશે. .

   
 
(6:26 pm IST)