Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

કુપવાડાના માછિલ સેક્ટરમાં હિમસ્ખલનમાં 56 રાષ્ટ્રીય રાઈફલ્સના 3 જવાનો શહીદ

ભારતીય સેનાના ત્રણ જવાન હિમસ્ખલનમાં ફસવાને કારણે શહીદ: ત્રણેય જવાનોની પોસ્ટિંગ માછિલ સેક્ટરની અલ્મોડા પોસ્ટ પર હતી

નવી દિલ્હી : ભારતીય સેનાના ત્રણ જવાન હિમસ્ખલનમાં ફસવાને કારણે શહીદ થયા છે. જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં સેનાના કેટલાક જવાનો હિમસ્ખલનમાં ફસાયા હતા, જેમાં 3 જવાનો શહીદ થયા હોવાની પુષ્ટિ થઈ છે. જવાનો ફરજ દરમિયાન શહીદ થયા હતા. શહીદ જવાન 56 રાષ્ટ્રીય રાઈફલ્સના જણાવવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સૈનિકોના મૃતદેહોને ડ્રગમુલ્લા સ્થિત સૈન્ય હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. શહીદ થયેલા જવાનોની ઓળખ હાલ જાહેર કરવામાં આવી નથી.

  મળતી માહિતી મુજબ ત્રણેય જવાનોની પોસ્ટિંગ માછિલ સેક્ટરની અલ્મોડા પોસ્ટ પર હતી, ત્યારે તેઓ હિમસ્ખલનનો ભોગ બન્યા હતા. પોલીસે કહ્યું કે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં સેનાના 3 જવાન શહીદ થયા છે. પોલીસે પુષ્ટિ કરી કે ત્રણેય જવાન 56 રાષ્ટ્રીય રાઈફલ્સના છે. તમામ મૃતદેહો મળી આવ્યા છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જવાન ફરજ પર હતા ત્યારે તેઓ હિમસ્ખલનમાં ફસાઈ ગયા હતા. હિમસ્ખલનને કારણે જવાનો તેની નીચે દબાઈ ગયા હતા અને બહાર નીકળી શક્યા ન હતા. ઘટના ઉત્તર કાશ્મીરના કુપવાડાની છે.

(10:38 pm IST)