Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ED ડાયરેક્ટરના એક્સટેન્શન સામેના કેસની સુનાવણીની બેન્ચમાંથી જસ્ટિસ સંજય કિશન કૌલે પોતાને અલગ કર્યા 

જસ્ટિસ કૌલે કહ્યું, “આ મામલાને અન્ય કોઈ બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ થવા દો. અરજદારોએ તાકીદનો ઉલ્લેખ કર્યો છે. આ મામલાને આદેશ માટે ચીફ જસ્ટિસ સમક્ષ મુકવા દો. હું આ મામલે વધુ સુનાવણી કરી શકું તેમ નથી.

નવી દિલ્હી : જસ્ટિસ સંજય કિશન કૌલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાને વધુ એક એક્સટેન્શન આપવાના નિર્ણયને પડકારતી અરજીઓની સુનાવણી કરતી બેન્ચમાંથી પોતાને અલગ કર્યા હતા.કેન્દ્ર સરકારે વર્તમાન ED ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ વધુ એક વર્ષ માટે લંબાવ્યો છે.

જસ્ટિસ કૌલે કહ્યું, “આ મામલાને અન્ય કોઈ બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ થવા દો. અરજદારોએ તાકીદનો ઉલ્લેખ કર્યો છે. આ મામલાને આદેશ માટે ચીફ જસ્ટિસ સમક્ષ મુકવા દો. હું આ મામલે વધુ સુનાવણી કરી શકું તેમ નથી.

જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એએસ ઓકાની ડિવિઝન બેંચ કૉંગ્રેસના નેતાઓ ડૉ. જયા ઠાકુર, રણદીપ સિંહ સુરજેવાલા, તૃણમૂલ કૉંગ્રેસના નેતાઓ મોહઆ મોઇત્રા અને સાકેત ગોખલે, વિનીત નારાયણ અને વકીલ મનોહર લાલ શર્માની અરજી પર સુનાવણી કરી રહી હતી.

અરજદારોએ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (એમેન્ડમેન્ટ) એક્ટ, 2021ને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, જે અંતર્ગત ED ડિરેક્ટરની સેવાને પાંચ વર્ષ માટે લંબાવવાની જોગવાઈ કરવામાં આવી છે.

(11:07 pm IST)