Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

રાજકીય સંકટ વચ્ચે પાકિસ્તાનીના નવા સેના પ્રમુખની પસંદગી જટિલ:ભારત વિરુદ્ધ ઝેર ઓકવા ઘડશે રણનીતિ

સોશિયલ મીડિયા પર #GoBajwago અને #BajwaTraitor ટ્રેન્ડ કરી રહ્યું છે,

પાકિસ્તાનને નવો આર્મી ચીફ મળવાનો છે. અન્ય કોઈપણ લોકશાહી દેશમાં સામાન્ય નિમણૂકની બાબત બની શકે છે, પરંતુ પાકિસ્તાનમાં નવા આર્મી ચીફની પસંદગી એક ટીવી ચર્ચા બની જાય છે.

જેમ ઇમરાન ખાન શેરીઓમાં ફરી રહ્યા છે. પાકિસ્તાનમાં દરેક ખોટી વાત અને દરેક ભૂલ માટે સેનાને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. આર્મી ચીફ માટે અકથ્ય વિશેષણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ બધું અભૂતપૂર્વ છે.

આ ઉપરાંત સેના પ્રમુખ કોણ બને છે તે મહત્વનું નથી. આ બધું જે રીતે થશે તે તેમનું ભવિષ્ય નક્કી કરશે. આ બધું ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. કેમ કે પડોશમાં ઘમાસાણ અસામાન્ય બાબત નથી.

ઇમરાન ખાનનો આર્મી ચીફ સામેનો ગુસ્સો વાસ્તવમાં આર્મી ચીફ દ્વારા ઇમરાનને સત્તામાં પાછા ફરવામાં મદદ કરવાનો ઇનકાર કરવાને કારણે છે. એટલા માટે ઈમરાન સમગ્ર સેનાની નહીં પણ સેના પ્રમુખની વિરુદ્ધ છે. તેનું મૂળ અમેરિકામાં પાકિસ્તાની દૂતાવાસમાં છે. કથિત રીતે ત્યાંના રાજદૂતને એક અમેરિકન અધિકારીએ ઈમરાન ખાનથી છૂટકારો મેળવવા માટે ધમકી આપી હતી.

જોકે તે કેબલને ક્યારેય જાહેરમાં બતાવવામાં આવ્યો નથી.. પરંતુ તે ઘણીવાર ભીડમાં લહેરાવવામાં આવી છે. આઈએસઆઈના વડા લેફ્ટનન્ટ જનરલ નદીમ અંજુમ હવે તેમના ઈન્ટરવ્યુમાં કહે છે કે ઈમરાન ખાને ખરેખર તે કેબલને ફગાવી દીધી હતી, પરંતુ તે સમસ્યાનું મૂળ છે.

આજે સેના પર કોઈ વિશ્વાસ કરતું નથી. જનરલે પુષ્ટિ કરી છે કે તેમને પક્ષપાતી ગણાવ્યા હોવા છતાં પણ તેમણે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ શક્તિશાળી દલીલો છે, પરંતુ જનતા તેને માનતી નથી. જે ઈમરાન ખાનની આસપાસના વિશાળ જનમેદની અને તેના પર કથિત હત્યાના પ્રયાસને લઈને રાષ્ટ્રીય ખળભળાટથી સ્પષ્ટ થાય છે.

સમસ્યાનું મૂળ ઈમરાન નથી. સત્ય એ છે કે રાજકારણમાં સૈન્યની દખલગીરી જીવનની એવી હકીકત બની ગઈ છે કે સાચા કે ખોટા લોકો હવે દેશની તમામ ખરાબીઓ તેના ખભા પર નાખવા તૈયાર રહે છે.

 

જેમ કે ISIના એક પૂર્વ પ્રમુખ કહે છે. બધા જ લોકો હવે આ હાઈબ્રિડ મોડલથી થાકી ગયા છે, જે અસલમાં બિલકૂલ કામ આવતું નથી. તેવું પણ થઇ શકે છે કે લોકો અંતહીન ભ્રષ્ટાચાર અને ગેરવહીવટથી કંટાળી ગયા હોય, જેમાં ઈમરાન ખાને પણ મોટી ભૂમિકા ભજવી.

તેવામાં બધા જ લોકો એવું ઈચ્છે છે કે, ગમે તેના ઉપર આરોપ મૂકી દેવામાં આવે. સૌથી યોગ્ય વાત તે ગણાશે કે અમેરિકન હસ્તક્ષેપ પર આરોપ લગાવી દેવામાં આવે. સેના અને અમેરિકાની મિલીભગત સૌથી પર્ફેક્ટ સ્ટોરી છે. તે કોઈ સંયોગ નથી કે સોશિયલ મીડિયા પર #GoBajwago અને #BajwaTraitor ટ્રેન્ડ કરી રહ્યું છે, અને તેનું પણ આશ્ચર્ય નથી કે નવાઝ શરીફ અને તેમના ભાઈ લંડનમાં ગુપચુપ બેઠકો કરી રહ્યાં છે. પોતાના આગામી પગલાઓ પર.

આ બધા કારણોને લઈને નવા/જૂના સેના પ્રમુખની પસંદગી ખુબ જ જટિલ બની ગઈ છે. ચીફ પોતે સાર્વજનિક રૂપથી કહી ચૂક્યા છે કે તેઓ રિટાયર થવાના છે. આ વાતના પુરાવાઓ પણ છે કે તેમની વિદાયનો સમય શરૂ થઇ ગયો છે, પરંતુ અફવાઓ ગરમ છે કે તેમને આગળ કાર્યભાર સંભાળવા માટે કહેવામાં આવી રહ્યું છે.

 

જ્યારે 2019માં જનરલ બાઝવાને સર્વિસ એક્સટેન્શન મળ્યું હતુ, ત્યારે પણ કેસ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે આને રદ્દ કરી દીધું અને પૂછ્યું કે, આવી રીતે સર્વિસ એક્સટેન્શન માટે સાંસદ પસાર કાયદો અને અનુમતિ બતાવવામાં આવે. જોકે, પાછળથી કાયદાકીય પરવાનગી મળી ગઇ અને 64 વર્ષ સુધી સર્વિસમાં રહેવાની જોગવાઇ કરી દેવામાં આવી. હાલમાં બાઝવા 61 વર્ષના છે, જે તેમને તકનીકી રૂપથી ફરીથી ચીફના રૂપમાં રહેવાની પરવાનગી આપે છે.

ઈમરાનને ઠિક તેવો જ ડર છે. બાઝવાની તટસ્થતાના કારણે જ તેમને બહાર કરી દેવામાં આવ્યા હતા. તેથી તેઓ આરોપ લગાવી રહ્યાં છે કે, બાઝવા અમેરિકન મોહરો છે. પાકિસ્તાનમાં અત્યાર સુધી સૌથી ખરાબ આરોપ જે સૌથી અપશબ્દો કરતાં પણ ખરાબ છે. પરંતુ બાઝવાને ચીફ બનાવાવનો અર્થ શરીફ સરકાર માટે મુશ્કેલી ઉભી કરશે.

અસલમાં ઈમરાન પોતાના કેમ્પેનને ખુબ જ ઝડપી રીતે આગળ વધારી રહ્યાં છે. પોતાની પસંદના એક આર્મી ચીફની નિયુક્ત પર તેમનું પૂરૂ કેમ્પેન કેન્દ્રીત છે. તે બતાવે છે કે, સંસ્થા દેશને કેટલા હદ્દ સુધી ચલાવી રહી છે.

પરંતુ એ વાત સાચી છે કે દરેક પાકિસ્તાની નેતાએ ખુલ્લેઆમ હાથ અજમાવ્યો છે – ખાસ કરીને ભારતની નીતિ પર – ખાસ કરીને નવાઝ શરીફ, જેઓ આ મામલે જેલ પણ ગયા હતા. ઈમરાન પણ તેમનાથી અલગ નથી.

(12:11 am IST)