Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

કોરોના મહામારીએ જીવનના ૨ વર્ષ ઘટાડયા

સંયુક્‍ત રાષ્ટ્રની રિપોર્ટ મુજબ ૨૦૨૦-૨૧માં વિશ્વમાં સરેરાશ આયુષ્‍યમાં ઓછું કર્યું

નવી દિલ્‍હી તા. ૧૯ : વિશ્વ કોરોના મહામારીથી પ્રભાવોથી ધીરે ધીરે ઉભરી રહી છે. પરંતુ કેટલીક અસર લોકોને લાંબા સમય સુધી મહેસૂસ થઇ શકે છે. યુનાઇટેડ નેશન્‍સ પોપ્‍યુલેશને એક રિપોર્ટમાં જણાવ્‍યું કે કોરોના મહામારીના કારણે ૨૦૨૦-૨૧માં વિશ્વમાં લોકોની ઉંમર ૧.૮ વર્ષ ઘટી ગઈ છે. પૂર્વી એશિયા જેમાં ભારત પણ છે. ત્‍યાં ૨.૩ વર્ષ ઉંમર ઘટી રહી છે. ગરીબ અને વિકાસશીલ દેશોમાં તે સમયગાળો સૌથી વધુ છે.

હાલમાં એક રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે જાન્‍યુઆરી ૨૦૨૦થી ડિસેમ્‍બર ૨૦૨૧ વચ્‍ચે કોરોનાથી વિશ્વમાં ૧.૪૯ કરોડથી વધુ મોત થયા છે. સામાન્‍ય મોતની સરખામણીએ તે ત્રણ ગણું વધુ હતું. તેની અસર તે થઈ કે ૨૦૨૦-૨૧ના બે વર્ષમાં વિશ્વમાં સરેરાશ ઉંમર ૧.૮ વર્ષ ઘટી છે.

ઓસ્‍ટ્રેલિયા, ન્‍યુઝીલેન્‍ડ જેવા દેશોમાં મહામારી દરમ્‍યાન મૃત્‍યુ દર ઓછો હતો. બીજી બાજુ સરેરાશ ઉંમરમાં ૧.૨ વર્ષનો વધારો નોંધવામાં આવ્‍યો છે. મહામારીથી ઉભર્યા બાદ ઉચ્‍ચ આવક ધરાવતા દેશોમાં સ્‍થિતિ તેજીથી સુધરી રહી છે. બીજી બાજુ ૨૦૨૨માં સરેરાશ ઉંમર અગાઉની સ્‍થિતિમાં આવી જશે. પરંતુ નિમ્‍ન તેમજ મધ્‍યમ આવક વાળા દેશોને પૂર્વની સ્‍થિતિમાં આવવાથી ઓછામાં ઓછા એકથી ત્રણ વર્ષનો સમય લાગશે.

(11:27 am IST)