Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાઃ માઇનસ ૬ ડીગ્રી

બરફવર્ષાના પગલે આહલાદક વાતાવરણઃ સહેલાણીઓને મજા મજા પડી ગઇ 

શિમલાઃ હિમાચલ પ્રદેશમાં ફરી એક વાર વાદળો છવાઇ ગયા છે. રાજ્‍યમાં આજે કેટલીક જગ્‍યાઓએ વરસાદની શકયતા છે. આ ઉપરાંત આદિવાસી જીલ્લા લાહુલ સ્‍પિતીમાં હિમવર્ષા પણ થઇ શકે છે. આનાથી શીત લહેર વધારે વધી શકે છે. ગત દિવસોમાં થયેલ હિમવર્ષા પછી રાજયમાં ઠંડી સતત વધી રહી છે. ઘણી જગ્‍યાએ ઉષ્‍ણતામાન માઇનસમાં પહોંચી ગયું છે. લાહુલ સ્‍પિતી જીલ્લાના હેડક્‍વાર્ટર કેલંગમાં માઇનસ ૬ ડીગ્રી સેલ્‍સીયસ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ અનુસાર આજે શનિવારે લાહુલ સ્‍પિતી અને આજુબાજુના વિસ્‍તારોમાં હળવી હિમવર્ષા થઇ શકે છે. કેટલીક જગ્‍યાઓએ વાદળો છવાયેલા રહેશે. રાજયમાં હજુ પણ ૧૧૮ રોડ બંધ છે. તેમાં લાહેલસ્‍પિતીમાં ૧૦૮,  કુલ્લુમાં પાંચ, કાંગડામાં ત્રણ અને ચંબા જીલ્લામાં બે રોડ બંધ છે. શુક્રવારે તડકો નિકળવા છતાં ઉષ્‍ણતામાનમાં કોઇ વધારે ફેર નથી પડયો. મેદાની વિસ્‍તારોમાં ભારે તડકો હોવા છતાં સવાર-સાંજ ઠંડી સતત વધી રહી છે. હવામાન વિભાગે આગામી ૪ દિવસ હવામાનમાં કોઇ મોટા ફેરફાર નહી થવાનું અનુમાન કર્યું છે.

(3:53 pm IST)