Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

આગામી દાયકામાં ભારત દર ૧૨ થી ૧૮ મહિનામાં જીડીપીમાં એક ટ્રિલિયન ડોલર ઉમેરવાનું શરૂ કરશે:૨૦૫૦ સુધીમાં ૩૦ ટ્રિલિયન-ડોલરનું આપણું અર્થતંત્ર બનશે

ભારતની વસ્તી ૧૫% વધીને ૧.૬ બિલિયન થશે, પરંતુ માથાદીઠ આવક ૭૦૦% થી વધીને આશરે ૧૬,૦૦૦ ડોલર થશે: એકાઉન્ટન્ટ્સની 21મી વર્લ્ડ કોંગ્રેસમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું ધારદાર સંબોધન

મુંબઈ : એકાઉન્ટન્ટ્સની 21મી વર્લ્ડ કોંગ્રેસમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું ધારદાર સંબોધન કરતા જણાવ્યું હતું કે  ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડીઆ ઇન્સ્ટિટ્યુટના પ્રેસિડેન્ટ ડો.દેબાશિષ મિત્રા, વાઇસ પ્રેસિડેન્ટ સુનિલભાઇ તલાટી, ધ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એકાઉન્ટન્ટસના વિદાય લઇ રહેલા પ્રેસિડેન્ટ એલન જહોન્સન, તેમના સ્થાને આવી રહેલા નવા પ્રેસિડેન્ટ શ્રીમતી આસ્મા રેસમૌકી અને આઇસીએઆઇ અને આઇએફએસીના સભ્યઓ અને મારા સર્વે મિત્રો

એકાઉન્ટન્ટ્સની ૨૧મી વર્લ્ડ કોંગ્રેસમાં સંબોધન કરવા માટે આમંત્રણ આપવા બદલ હું બહુ સન્માનની લાગણી અનુભવું છું. આ ઘટનાના ૧૧૮ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતની પસંદગી  એ આર્થિક મહાસત્તા બનવા તરફની ભારતની અનિવાર્ય સફરની ઓળખ છે.જેમાં ૧૪૦ કરોડ ભારતીયોના આત્મવિશ્વાસના વધતા પ્રવાહનું પ્રતિબિંબ દેખાય છે. તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાની નાવમાં લહેરાતા પવનની દીશા દર્શાવે છે. આ ભવ્ય જિયો કન્વેન્શન સેન્ટર આ ઇવેન્ટને પ્રદર્શિત કરે છે  ભારતની વિચારસરણીના માપદંડની આથી કોઈ સવિશેષ કોઇ અભિવ્યક્તિ હોઈ શકે નહીં.

આપણે સહુ જાણીએ છીએ કે  અનિશ્ચિતતાના સમયે આપણે અહીં એકઠા થયા છીએ. કોવિડ રોગચાળાની આંતરિક અસર, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ, ક્લાયમેટ ચેન્જ દ્વારા ઉભા થયેલા પડકાર, ઉર્જાના વધતા ભાવો અને ફુગાવામાં અભૂતપૂર્વ વેગએ વૈશ્વિક નેતૃત્વ માટે સંકટ સર્જ્યું છે.જેથી આંતરરાષ્ટ્રીય સંબંધોની રૂપરેખા મૂળભૂત રીતે બદલાઈ ગઈ છે અને વૈશ્વિકરણ પછીના રસાસ્વાદની આગાહી કરવામાં આવી હતી તેટલી રસદાયક નથી.

પરંતુ હકીકત એ છે કે આપણી અનેક ધારણાઓ જેવી કે યુરોપિયન યુનિયન સાથે રહેશે, રશિયાને ઘટાડેલી આંતરરાષ્ટ્રીય ભૂમિકા સ્વીકારવાની ફરજ પાડવામાં આવશે, કે બિનસાંપ્રદાયિક સિદ્ધાંતો સાર્વત્રિક પ્રકૃતિના છે તેવા પશ્ચિમી લોકશાહી સિદ્ધાંતો ચીને  અપનાવવા જોઈએ, અને વધુમાં રોગચાળો ફાટી નીકળવાનો અર્થ એ થશે કે વિકસિત દેશો મદદ કરવા માટે આગળ વધશે.કે વિકાસશીલ વિશ્વ વગેરેને પડકારવામાં આવી છે. આ દરેક માન્યતાઓ ક્ષીણ થઈ ગઈ છે. આ બહુસ્તરીય કટોકટીએ એક ધ્રુવીય અથવા મહાસત્તાઓની દ્વિધ્રુવી વિશ્વની દંતકથાને તોડી નાખી છે જે વૈશ્વિક વાતાવરણમાં પ્રવેશ કરીને તેને સ્થિર કરી શકે છે.

એક દાખલો લઈએ તો ગઈકાલે ઇજિપ્તમાં, COP 27 પર પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો. ૧૯૯૨ માં ક્લાયમેટ ચેન્જ પરત્વે આંતરરાષ્ટ્રીય સંધિ પર હસ્તાક્ષર કરવા માટે જ્યારે વિશ્વ એકસાથે આવ્યું હતું, ત્યારે  "આર્થિક વિકાસને ટકાઉ રીતે આગળ વધવા માટે સક્ષમ કરવા" ની બાબત એક સિદ્ધાંત  તરીકે દર્શાવવામાં આવી હતી. અલબત્ત, વિકસિત રાષ્ટ્રો પાસેથી અપેક્ષિત યોગદાન નિષ્ફળ રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખીને સમાન વૃદ્ધિને સંતુલિત કરવાનો સંઘર્ષ અપેક્ષા કરતાં ઘણો ઓછો રહ્યો છે. વિશ્વમાં દાખલ થવાનું આ માત્ર એક ઉદાહરણ છે જ્યાં દરેક રાષ્ટ્ર પોતાના નિર્ણયો લે છે ત્યારે આર્થિક તાકાત અને કમાન્ડ-એન્ડ-કંટ્રોલ સ્ટ્રક્ચર્સ દ્વારા તેનું સંચાલન કરવું વધુને વધુ મુશ્કેલ બનશે.

તેથી મારા મત મુજબ આ ઉભરતા બહુધ્રુવીય વિશ્વમાં મહાસત્તાઓ એવી હોવી જરૂરી છે કે જેઓ કટોકટીમાં પગલા ભરવા અને અન્ય લોકોને મદદ કરવાની જવાબદારી લે અને જેઓ માનવતાને તેમના મુખ્ય કાર્યકારી સિદ્ધાંત તરીકે રાખતા અન્ય રાષ્ટ્રોને તાબામાં લેવા ધમકાવે નહી. એક મહાસત્તા એ સમૃદ્ધ લોકશાહી પણ હોવી જોઈએ અને તેમ છતાં માનવું જોઈએ કે લોકશાહીની કોઈ એક એકસમાન શૈલી નથી, તે રાષ્ટ્ર શિક્ષણ, આરોગ્ય સંભાળ અને કૌશલ્યમાં સાર્વત્રિક પડકારોનો સામનો કરવા માટે સામાજિક વિકાસને સક્ષમ કરવા માટે તેની પોતાની તકનીકી આવડત વહેંચવા માટે તૈયાર હોવું જોઈએ. જે વિકાસના ભોગે વિકાસને આગળ ધપાવે છે અને સમાજના સામાજિક માળખાને અવગણે છે તેવી મૂડીવાદની શૈલી યોગ્ય રીતે તેના અત્યાર સુધીના સૌથી મોટી પીછેહઠનો સામનો કરી રહી છે.

તે એવા બહુધ્રુવીય વિશ્વમાં છે કે જ્યાં ભારતની વધતી જતી આર્થિક તાકાતનો પાયો, તેની સંસ્કૃતિ અને માન્યતાઓ સાથે સુસંગત બનીને  આર્થિક મહાસત્તા બનવાની તેની સફર ઉપર આગળ વધી રહ્યો છે જે લોકશાહી સમાજના પરીઘમાં રહીને વિશાળ સામાજિક વૃદ્ધિ સાથે નાણાકીય વૃદ્ધિને જોડે છે.

આ સંદર્ભમાં જ હું મારા વિચારો વ્યક્ત કરું છું. જે સારી રીતે દસ્તાવેજીકૃત છે કે ૧૯૪૭માં ભારતના સ્વતંત્રતા સમયે એક અભિપ્રાય હતો કે ભારતીય લોકશાહી ટકી શકશે નહીં. ફક્ત આપણે જ ઉગરી  શક્યા નથી, પરંતુ  હવે એક સરકારમાંથી બીજી સરકારમાં શાંતિપૂર્ણ રીતે સત્તા સ્થાનાંતરિત કરવા માટેના રોલ મોડેલ તરીકે ભારતને ગણવામાં આવે છે. ઉપરાંત બે દાયકાથી વધુ સમયની તુલનાત્મક રીતે ટૂંકા ગાળાની સરકારો અને ગઠબંધન પછી આપણી પાસે બહુમતી ધરાવતી સરકાર છે. અપેક્ષા મુજબ આનાથી આપણા દેશને રાજકીય અને વહીવટી પ્રણાલીમાં ઘણા માળખાકીય સુધારાઓ શરૂ કરવાની અને ઝડપી અમલ સાથે લાંબા ગાળાના દૃષ્ટિકોણને સંતુલિત કરતી જાહેર સેવાઓ પ્રદાન કરવાની ક્ષમતા મળી છે.­­­­

અન્ય કેટલાક સક્ષમ પરિબળો પર એક નજર કરીએ તો આપણી લોકશાહી હવે ૭૫ વર્ષની થઈ છે. જે આજના ભારતીયના સરેરાશ આયુષ્ય વિશે છે. આ સમયગાળામાં ભારતે નોંધપાત્ર પ્રવેગ જોયો છે. જીડીપીના પ્રથમ ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવામાં આપણને ૫૮ વર્ષ લાગ્યા હતા આગામી ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવામાં ૧૨ વર્ષ લાગશે અને ત્રીજા ટ્રિલિયનમાં પ્રવેશવામાં માત્ર પાંચ વર્ષ થશે. સરકાર જે ગતિએ એકસાથે સામાજિક અને આર્થિક સુધારાઓ કરી રહી છે તે જોતાં મારું અનુમાન છે કે આગામી દાયકામાં ભારત દર ૧૨ થી ૧૮ મહિનામાં તેના જીડીપીમાં એક ટ્રિલિયન ડોલર ઉમેરવાનું શરૂ કરશે જે આપણને સારી રીતે ટ્રેક પર મૂકશે. ૨૦૫૦ સુધીમાં ૩૦ ટ્રિલિયન-ડોલરનું આપણું અર્થતંત્ર બનશે અને સ્ટોક માર્કેટ કેપિટલાઇઝેશન સાથે સંભવત ૪૫ ટ્રિલિયન ડૉલરને વટાવી જશે. આ આંકડાઓની સુસંગતતા સમજીએ તો યુનાઇટેડ સ્ટેટ્સ આજે ૨૩ ટ્રિલિયન-ડોલરનું અર્થતંત્ર છે, જેમાં શેરબજારની મૂડી ૪૫ થી ૫૦ ટ્રિલિયન ડોલરની વચ્ચે છે.

જ્યારે ભારત માટે આ સંપૂર્ણ વૃદ્ધિની સંખ્યા આજથી ૨૦૫૦ની વચ્ચે કોઈપણ અન્ય રાષ્ટ્ર કરતાં વધુ હશે એક નજીવી ડોલર આધારિત જીડીપીનું વર્ણન હજુ પણ ભારતની વાસ્તવિક સંભાવનાને દોરતું નથી. કોઈપણ જીડીપી વિસ્તરણના સ્કેલનું મહત્વ રાષ્ટ્રની ખરીદ શક્તિ સમાનતાના સંદર્ભમાં સામાન્ય હોવું જોઈએ. પીપીપીના આ સંદર્ભમાં વર્ષ ૨૦૫૦ સુધીમાં વૈશ્વિક જીડીપીમાં ભારતનો હિસ્સો ૨૦% ની ઉત્તરે હશે. મારી વિનંતી છે કે આપ ભારત વિશે વિચારો છો તેમ આ અવિશ્વસનીય સંભાવનાઓ પર વિચારો.

તેના વસાહતી શાસકો દ્વારા કચડી નાખેલો અને ધોવાણ થયેલો એક દેશ આજે અસાધારણ વિકાસની ટોચ પર ઉભો છે અને તેની લોકશાહી અને વિવિધતા સાથે સમાધાન કર્યા વિના ઉચ્ચ આવક ધરાવતા રાષ્ટ્ર તરીકે ઉભરી આવવાના માર્ગ પર એક માત્ર મોટા રાષ્ટ્ર તરીકે ગણના પામ્યો છે. ૨૦૩૦ પહેલા આપણે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું અને ૨૦૫૦ સુધીમાં વિશ્વની બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું. આર્થિક વિકાસ અને લોકશાહીને જોડીને ભારતની સફળતાની ગાથા અતૂલ્ય છે.

૨૦૫૦ માં મારી કલ્પના મુજબના ભારતની અને એકબીજા સાથે જોડાયેલા પરિબળોના સમૂહની રૂપરેખા આપું છુુ જે ભારતના આગળના માર્ગને સ્થાપિત કરે છે. આગામી ત્રણ દાયકા ભારતની વિશ્વ પર અસર માટે સંયુક્ત રીતે આ તમામ સૌથી નિર્ણાયક સમયગાળો બનાવશે.

પ્રથમ પરિમાણ આપણા રાષ્ટ્રનું વસ્તી વિષયક ડિવિડન્ડ છે જે વપરાશને આગળ વધારશે અને કરદાતા સમાજના વિકાસને વેગ આપશે. ભારતની સરેરાશ વય ૨૦૫૦માં પણ માત્ર ૩૮ વર્ષ હશે. આ સમયગાળા દરમિયાન ભારતની વસ્તી ૧૫% વધીને ૧.૬ બિલિયન થશે, પરંતુ માથાદીઠ આવક ૭૦૦% થી વધીને આશરે ૧૬,૦૦૦ ડોલર થશે.. આ વપરાશકાર મધ્યમ વર્ગના વિકાસથી માંગમાં અભૂતપૂર્વ વધારો થશે પરિણામે ખાનગી અને સરકારી ખર્ચમાં વધારો કરશે તેમજ વિદેશી સીધા રોકાણના ઉચ્ચતમ સ્તરને આકર્ષિત કરશે.  ભારતમાં ૧૫%નો વધારો અને ૧૦૦ બિલિયન ડૉલરથી વધુ FDIનો સર્વકાલીન ઉચ્ચ સ્તરે ચાલુ વર્ષમાં રેકોર્ડ થવાની અપેક્ષા છે. રોકાણના આવા સ્કેલ નોકરીના નોંધપાત્ર વિસ્તરણનો પાયો નાખે છે. વાસ્તવમાં વર્ષ ૨૦૦૦ થી ભારતમાં FDI ના પ્રવાહમાં ૨૦ ગણો વધારો થયો છે અને  ૨૦૫૦ સુધીમાં તે ટ્રિલિયન ડૉલરને સ્પર્શી જવાની હું અપેક્ષા રાખું છું. FDIને આકર્ષવા માટે મોટા અર્થતંત્રમાં આંતરિક માંગને પાછળ રાખી શકાતી નથી અને ભારત ઉપર દુનિયાનો વિશ્વાસ આનાથી વધુ સારા સંકેતો કોઈ હોઈ શકે નહીં.

બીજું પરિબળ એ ઉદ્યોગ સાહસિકતાની ગતિ છે જેનો ભારત સાક્ષી છે. ડિજીટલાઇઝેશનએ આ વેગને ગતિ આપી છે અને સક્ષમ ડીજિટલી ભારત કેવી રીતે તેનું સંચાલન કરે છે, જીવે છે અને તેનેે અપનાવે છે તેના દરેક પાસાને બદલી રહ્યું છે. વર્તમાન વિશ્વના સંદર્ભમાં ઉદ્યોગસાહસિકતા અને ડિજીટલાઇઝેશન મજબૂત રીતે જોડાયેલા છે અને ગતિશીલ નવા વાતાવરણનું નિર્માણ કરવા માટે સંકળાયા છે. ડિજિટલાઇઝ્ડ ભારત આરોગ્યસંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં પરિવર્તન લાવશે અને વધુ સમાન સમાજનું નિર્માણ કરશે. ભારતની ગતિ અને ડિજિટલ ટેક્નોલોજીને અપનાવવાથી મોટા પાયે નીત નવા વિશાળ બજારોની જગ્યાઓ ઊભી થશે. મૂળભૂત રીતે હું  માનું છું કે આગામી ત્રણ દાયકાઓ ભારતને ઉદ્યોગસાહસિકતામાં મોખરે લઈ જશે. આ સફરે પહેલાથી જ તેનો માર્ગ કંડાર્યો છે.

આ વાત સમજાવું તો ૨૦૨૧ માં ભારતમાં યુનિકોર્ન બનાવવાની ગતિ વિશ્વમાં સૌથી ઝડપી રહી છે. જે ચાલુ રહેશે અને દરેક યુનિકોર્ન કે જેનો ઉદય થાય છે, આપણે ડઝનેક માઇક્રો-યુનિકોર્નનો ઉદય થતા જોશું. ૨૦૨૧માં ભારતે દર ૯ દિવસે એક યુનિકોર્ન ઉમેર્યું હતું આ યુનિકોર્નએ વૈશ્વિક સ્તરે સૌથી મોટી સંખ્યામાં રીઅલ-ટાઇમ નાણાકીય વ્યવહારોનો અમલ કર્યો છે.  ૪૮ બિલિયનનો આ આંક એક આશ્ચર્યજનક છે. જે યુ.એસ.,કેનેડા, ફ્રાન્સ અને જર્મનીના સંયુક્ત કરતાં ૬ ગણો વધારે હતો. આ વાતે ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો પાયો નાખ્યો છે જ્યાં મનુષ્ય અને મશીનો એકબીજા સાથે જોડાયેલા છે. ત્યારબાદ AI અને વેબ 3.0 ક્રાંતિ દ્વારા અનુસરવામાં આવશે જ્યાં ભૌતિક અને ડિજિટલ વિશ્વ એકરૂપ થવાની શરૂઆત કરે છે. ભારતની આંતરિક માંગ એફડીઆઈમાં ઉછાળા તરફ દોરી જાય કે સ્ટાર્ટ-અપ્સની સંખ્યામાં વધારો થવાથી સાહસિક મૂડી રોકાણમાં વધારો થશે તેવી હું અપેક્ષા રાખું છું. ભારતમાં VC ફંડિંગ પ્રથમ વખત ૨૦૧૫માં એક બિલિયન ડૉલરને વટાવી ગયું હતું. આ વર્ષે VC ફંડિંગ ૫૦ બિલિયન ડૉલરને વટાવી જશે. તે માત્ર ૮ વર્ષમાં ૫૦ગણું વેધક છે. સ્માર્ટફોન અને સસ્તો ડેટા  આકાંક્ષાઓ દ્વારા સંચાલિત કેવી રીતે  નોકરીઓનું સર્જન કરી શકે છે અને રાષ્ટ્રનું પરિવર્તન કરી શકે છે તેનું ભારત ઉત્તમ ઉદાહરણ છે.

ત્રીજું પાસું જે ભારત માટે એક શક્તિશાળી ટ્રાન્સફોર્મેશન લીવર સાબિત થશે તે ઊર્જા સંક્રમણનો અવકાશ છે. આજે વિકાસશીલ વિશ્વનો સૌથી મોટો પડકાર એનર્જી પોવર્ટી છે અને આ અંતર મોટાભાગે રીન્યુએબલ એનર્જીથી ભરવાની જરૂર પડશે. જ્યારે હાલમાં ભારત રિન્યુએબલ એનર્જી આકર્ષક ઈન્ડેક્સમાં ત્રીજા ક્રમે છે અને વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉર્જા વપરાશ કરતો દેશ છે, ભારતનું ઉર્જા સંક્રમણ અપ્રતિમ હશે કારણ કે તે તેની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા દોડી રહયું છે. ૨૦૫૦ સુધીમાં, ભારતને તે હાલમાં વાપરે છે તેના કરતાં ૪૦૦% વધુ યુનિટ ઊર્જાની જરૂર પડશે.

આ જ્યારે પડકારજનક લાગે છે પણ અમે જે ટેક્નોલોજી એડવાન્સમેન્ટ જોઈ રહ્યા છીએ તે આને શક્ય બનાવશે તેવી અપેક્ષા છે. ખાસ કરીને સૌર ઊર્જાના જેવી રીન્યુએબલ એનર્જી ખર્ચમાં નાટ્યાત્મક અને સતત ઘટાડો જોતાં ગ્રીન પાવરની સીમાંત કિંમત 'શૂન્ય' તરફ આગળ વધી રહી છે. પાણીના ઇલેક્ટ્રોન આર્થિક રીતે વિભાજિત કરવા અને ભવિષ્યમાં ૧૦૦% ગ્રીન હાઇડ્રોજન બનાવવા માટે આ 'શૂન્ય' ખર્ચના કારણે ઇલેક્ટ્રોનની ક્ષમતા હવે નિશ્ચિત છે. ગ્રીન હાઇડ્રોજન સાથે સૌર અને પવન ઉર્જાનું સંયોજન ભારત માટે અભૂતપૂર્વ શક્યતાઓ ખોલે છે. હું વધુમાંં વધું  એમ કહેવા માગું છું કે વૈકલ્પિક ઉર્જા ટેક્નોલોજીમાં ક્રાંતિ એ સંભાવના ખોલે છે અને ૨૦૫૦ સુધીમાં ભારત ચોખ્ખી ગ્રીન-એનર્જીનો નિકાસકાર બની શકે છે. આ કોઈપણ પ્રક્રિયાના માઇક્રો-સાઇઝિંગને વેગ આપવા માટે જરૂરી વિકેન્દ્રિત વીજ ઉત્પાદનને પણ સક્ષમ કરશે. ભારતની ગ્રામીણ વસ્તીને તેના વિકાસ માટે જરૂરી દરેક વસ્તુને આ માઇક્રો-મેન્યુફેક્ચરિંગ, માઇક્રો-એગ્રીકલ્ચર, માઇક્રો-વોટર, માઇક્રો-બેંકિંગ, માઇક્રો-હેલ્થકેર, માઇક્રો-એજ્યુકેશન સક્ષમ કરશે. ગ્રહને ઠંડો પાડવો એ સૌથી નફાકારક વ્યવસાયો પૈકીનો એક અને આગામી કેટલાક દાયકાઓમાં નોકરી સર્જકોમાં સૌથી મોટો હશે. ભારત વૈશ્વિક ઉર્જા સંક્રમણનું નેતૃત્વ કરશે તે વિષે મને કોઈ શંકા નથી. આ કારણે જ અદાણી ગ્રુપ માત્ર ભારતના જ નહીં પરંતુ વૈશ્વિક ઉર્જા સંક્રમણ તરફ દોરતા ક્ષેત્રમાં એક ચાલક તરીકે આગામી દાયકામાં જંગી રોકાણ કરી રહ્યું છે અમે આ ક્ષેત્રમાં ૭૦ અબજ ડોલરથી વધુનું રોકાણ કરીશું અને વિશ્વની સૌથી સંકલિત રીન્યુએબલ એનર્જીની વેલયુ ચેઇનનું નિર્માણ કરીશું. ભારતની વિકાસ ગાથામાં મારા આત્મવિશ્વાસની આનાથી મોટી કોઈ નિશાની ન હોઈ શકે.

મારા આશાવાદની સાથે હું જાણું છું કે અર્થવ્યવસ્થાના વિકાસ સાથે હજુ ઘણું કરવાનું બાકી છે. આપણે જે કરી શકતા નથી  તે ક્લાસિક ટુ-સ્પીડ નેશન ટ્રેપમાં ઝુકાવવું છે કે જ્યાં સમાજનો ટોચનો અડધો ભાગ સમૃદ્ધ બને છે અને નીચેનો અડધો ભાગ ગરીબ રહે છે. તેથી, આપણી સંપત્તિ સર્જનમાં માથાદીઠ જીડીપી અને ગુણાત્મક પરિબળો જેમાં શિક્ષણ, કૌશલ્ય અને આરોગ્યસંભાળનો સમાવેશ થાય છે તે બંને જથ્થાત્મક પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

જેમ સ્થાનિક કંપનીઓ અને બહુરાષ્ટ્રીય કંપનીઓ બન્ને ભારતના બજારના કદનો લાભ લે છે તે માટે અમને મજબૂત આદેશની જરૂર પડશે જેમાં કોર્પોરેટ્સને સામાજિક માળખું સક્ષમ કરવાના પડકારનો સામનો કરવા માટે ફરજ પાડવામાં આવે જે આપણી સંસ્કૃતિના મૂળને ઓળખે અને આપણી રાષ્ટ્રીય જરૂરિયાતો સાથે જોડાયેલું હોય. ભારતને તેની ભૌગોલિક સીમાઓમાંથી "કમાવા અને લેવા" માટે માત્ર એક ભૂમિ તરીકે જોઈ શકાય નહી. આ કારણે જ મેં શરૂઆતમાં કહ્યું હતું  કે બહુધ્રુવીય વિશ્વની મહાસત્તાઓએ સ્વીકારવું જોઈએ કે લોકશાહીનું કોઈ એક કદ નથી જે બધાને બંધ બેસે અને  વૈશ્વિકીકરણન પછીના રસાસ્વાદની આગાહી કરવામાં આવી હતી તેટલી સપાટ નથી.

આપણે વર્લ્ડ એકાઉન્ટિંગ કોંગ્રેસમાં છીએ તેથી આ વ્યવસાયના ભાવિ વિશેના મારા મંતવ્યો વ્યક્ત કરું છું. હું એ દૃષ્ટિકોણને સંપૂર્ણપણે સ્વીકારું છું કે ભારત ઑફશોર એકાઉન્ટિંગ સેવાઓ માટેનું સૌથી મોટું હબ બનવાની તેની સફર ચાલુ રાખશે અને વૈશ્વિક નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ માર્કેટમાં તેનો હિસ્સો વધુ વધારશે. ક્લાઉડ આધારિત,આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિસ્ટ્રિબ્યુટેડ કમ્પ્યુટિંગ અને સાયબર ટેક્નોલોજીમાં પ્રગતિ આને વધુ સરળ બનાવે છે. આપણું મૂલ્ય,કાર્યક્ષમતા સમીકરણની સહજ શક્તિને જોતાં કેટલીક સ્થાનિક કંપનીઓ આ વિશાળ સંભાવનાનો પૂરો લાભ લે તેવું હું જોઇ રહ્યો છું. જો કે મારા મતે નાણાકીય બુદ્ધિ, બજેટ અને જથ્થાત્મક અને તકનીકી કુશળતા એકાઉન્ટન્ટ્સની સમજને જોતાં હું માનું છું કે કેટલાક હોશિયાર CEO અથવા સર્વિસ હેડ પણ એકાઉન્ટિંગ વ્યવસાયમાંથી આવવા જોઈએ. હું એકાઉન્ટિંગ વ્યાવસાયિકોને તમને અનુસરતા એકાઉન્ટન્ટ્સની યુવા પેઢીઓની આકાંક્ષા પૂૂરીકરવા અને તેમને પ્રેરણા આપવા માટે આપને સૂચવું છું.

મિત્રો, હું એમ કહી મારી વાતને વિરામ આપું છું  કે ક્યારેય ભારતીય બનવાનો, ભારતમાં રહેવાનો અને ભારત સાથે જોડાવવાનો સમય હતો  તે હવે છે. એક નવા સ્થિતિસ્થાપક ભારતનું નિર્માણ કરવાનો પાયો પહેલેથી જ નાખવામાં આવ્યો છે. આપણે એક એવું ભારત બનીશું જે આપણા પોતાના બજારોને ટેપ કરીને તેને આત્મનિર્ભર બનવામાં મદદ કરશે. લોકશાહી પ્રણાલી ધરાવતું ભારત જે ગૌરવ અને સમાનતા પર આધારિત છે. એક એવું ભારત કે જેમાં ઈચ્છા રાખવાની હિંમત હોય. એક ભારત કે જે એક જવાબદાર શક્તિ છે અને તેની સરહદો પર મજબૂત છે.

જે નીતિઓ અમલમાં મુકવામાં આવી છે તેણે છેલ્લા દાયકામાં આપણા રાષ્ટ્રને અભૂતપૂર્વ પ્રગતિ કરવાની દીશા આપી છે અને આપણને આત્મનિર્ભર અથવા આત્મનિર્ભર ભારત બનવાના માર્ગ પર નિશ્ચિતપણે મૂક્યા છે - એક આત્મનિર્ભર સમાજ જે ૧૦૦% સાક્ષર, ૧૦૦%  સ્વસ્થ અને ૧૦૦% વ્યાવસાયિક રીતે પ્રશિક્ષિત અને સૌથી અગત્યનું એક આત્મનિર્ભર ભારત કે જેણે ગરીબી હંમેશ માટે દૂર કરી છે જે ૨૦૫૦ પહેલા બધું જ સારી રીતે હાંસલ થયું છે.. મહાસત્તા બનવાનું આ જ  હોવું જોઈએ.

હું આશા રાખું છું કે તમે ભારત વિશેની મારી તેજ લાગણી શેર કરશો.

(6:22 pm IST)