Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

પરિવાર વિરુદ્ધ લગ્ન કરનારી છોકરીઓને સુરક્ષા અપાશે

મહારાષ્ટ્ર સરકાર છોકરીઓની મદદ પહેલ : આવી છોકરીઓને પરિવારનો સાથે ન મળતા મુશ્કેલીમાં મુકાય છે જેમાં તેમને આ સ્કવોડ મદદ કરશે

મુંબઈ, તા.૧૯ : દિલ્હીના શ્રદ્ધા હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ ભીષણ હત્યાકાંડની ચીસો મહારાષ્ટ્રમાં પણ સંભળાઈ છે. આ પછી મહારાષ્ટ્ર સરકાર છોકરીઓની મદદ માટે એક ખાસ ટુકડી બનાવવા જઈ રહી છે.

મહારાષ્ટ્ર સરકારના મંત્રી મંગલ પ્રભાત લોઢાએ કહ્યું છે કે અમે રાજ્ય મહિલા આયોગને એક ટુકડી બનાવવાની સૂચના આપી છે. તેમણે કહ્યું, દિલ્હીમાં તાજેતરના કેસમાં, અમે જોયું છે કે જ્યારે છોકરીઓ ૧૮ વર્ષની થાય છે, ત્યારે તેમને પરિવાર અથવા પોલીસ દ્વારા રોકી શકાતી નથી. આવી સ્થિતિમાં તે પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કરે છે. આ છોકરીઓ જાણે છે કે આ પગલા પછી તેમને પરિવાર તરફથી કોઈ મદદ મળશે નહીં.

રાજ્યમંત્રીએ કહ્યું કે, આવી સ્થિતિમાં આ સ્કોડ એ સુનિશ્ચિત કરશે કે અન્ય છોકરીઓ સાથે આવું ન થાય. આ ટુકડી આવી છોકરીઓને જ્યારે જરૃર પડશે ત્યારે તેમને જરૃરી મદદ અને રક્ષણ પૂરું પાડશે.

(7:21 pm IST)